GSTV
India Kashmir Attack News

UAE: OIC બેઠકમાં ભારતને મળેલા આમંત્રણથી પાક. ભરાયું ગુસ્સે, બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત-પાક. વચ્ચે ભારે તનાતની ચાલી રહિ છે. તનાવપૂર્ણ વાતાવરણમાં UAEની રાજધાની અબુધાબીમાં બન્ને દેશનાં વિદેશમંત્રી આમને-સામને થાય તેવી શક્યતા છે. જો કે પાકિસ્તાને કહ્યું છે કે, સુષ્મા સ્વરાજને બોલાવવામાં આવશે તો તે આ બેઠકમાં શામેલ નહિ થાય.ભારત-પાકનાં વિદેશમંત્રી આગામી પહેલી માર્ચે આયોજીત OIC વિદેશપ્રધાનોની બેઠક સંબોધિત કરશે.

પાક.ની ધમકી

એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન OIC પર દબાણ વધારી રહ્યું છે. પાક.નું કહેવું છે કે ભારતને આપેલુ આમંત્રણ રદ્દ કરવામાં આવે. પાકિસ્તાને ધમકી આપતા જણાંવ્યું છે કે,જો ભારતને આપેલું આમંત્રણ પરત લેવામાં નહિ આવે તો પાકિસ્તાન આ બેઠકમાં ભાગ નહિ લે.

પાકિસ્તની ન્યુઝ ચેનલનાં જણાંવ્યા પ્રમાણે પાકિસ્તાનનાં વિદેશમંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યું છે કે, મેં સંયુક્ત આરબ અમિરાતનાં વિદેશ મંત્રી સાથે વાત કરી છે. ભારતને આપેલા આમંત્રમ પર આપત્તિ દર્શાવી છે. મેં સાફ વાત કરી છે કે ભારતે આક્રમકતા બતાવી છે. આવી સ્થિતીમાં પાકિસ્તાન OIC બેઠકમાં ભાગ નહિ લઈ શકે.

ભારતનાં વિદેશ મંત્રાલયનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન(OIC)નાં વિદેશમંત્રીઓની બેઠકનાં 46માં સત્રનાં ઉદ્ધાટન સમારોહને સંબોધવા માટે સુષ્મા સ્વરાજને આમંત્રણ મળ્યું છે. ભારતમાં વસતા 18.5 કરોડ મુસલમાનોની હાજરી,તેમનાં બહુલવાદી સ્વભાવ અને ઇસ્લામી દુનિયામાં યોગદાનને સ્વિકાર કરતું સ્તુત્ય પગલું છે.

આ બેઠક યુએઈની રાજધાની અબુધાબીમાં આગામી 1 અને 2 માર્ચનાં રોજ થશે. સન્માનનીય અતિથી તરીકે સામેલ થવા માટે સુષ્મા સ્વરાજને સંયુક્ત અરબ અમીરાતનાં વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાન તરફથી આમંત્રણ મળ્યું છે. જો કે પાકિસ્તાન દબાણ કરી રહ્યું છે કે ભારતને આપેલુ આમંત્રણ રદ્દ કરવામાં આવે.

સુષ્મા સ્વરાજનો વિરોધ

ભારત દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની આલોચના કરતા OICએ જણાંવ્યું છે કે, બન્ને દેશોએ સંયમપૂર્વક વર્તવું જોઈએ. એવું પગલું ન ભરવું જોઈએ જેનાથી શાંતિ અને સ્થિરતા સામે સંકટ ઉભુ થાય. કાશ્મીર મુદ્દે ઓઆઈસી પાકિસ્તાનનું સમર્થન કરે છે. આ વલણને કારણે જ કોંગ્રેસ અને AIMIM જેવા પક્ષો સુષ્મા સ્વરાજનાં અબુધાબી જવાનો વિરોધ કરે છે. જો કે ભાજપ સરકાર આને જીત ગણાવી રહિ છે. કારણે કે આઈઓસીનાં પચાસ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વખત ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરાયો છે.

તાજેતરમાં જ સઉદી અરબનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત પ્રવાસે આવ્યા હતાં. ત્યારે પ્રિન્સે કહ્યું હતું કેપુલવામા હુમલા બાજ ભારત-પાકિસ્તાને શાંતિપૂર્ણ રીતે મતભેદો દુર કરવા જોઈએ.

OIC એટલે શું?

ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન સંયુક્ત રાષ્ટ્ર UN પછી દુનિયાનું બીજુ સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. ચાર મહાદ્વિપમાં તેનાં 57 સભ્યરાષ્ટ્રો છે. આ સંગઠનને મુસ્લિમ દેશોનો સામુહિક અવાજ માનવામાં આવે છે. આ સંગઠનનાં સદસ્ય તરીકે માત્ર મુસ્લિમ દેશો હોય છે. જો કે ભારત,રશિયા અને થાઈલેન્ડ જેવા દેશોને પર્યવેક્ષક તરીકેનો દરજ્જો આપ્યો છે. વર્ષ 2018માં બાંગ્લાદેશમાં આયોજીત 45માં સેશનમાં જોવા મળ્યું કે, દુનિયાની 10 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ભારતને આ સંગઠનમાં પર્યવેક્ષકનો દરજ્જો આપ્યો છે. જો કે પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.

READ ALSO

Related posts

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, ICMRનો ખુલાસો 

Padma Patel

લો બોલો!, પાકિસ્તાનમાં ગધેડાઓ વધ્યા, અર્થવ્યવસ્થામાં માણસો કરતા તેમની મહેનત વધારે!

Padma Patel

Murder Case: મુંબઈના હેવાને ખોલ્યું રાઝ! બતાવ્યું શામાટે લિવ ઈન પાર્ટનરના ટુકડા ટુકડા કરીને કુતરાઓને ખવડાવ્યા?

HARSHAD PATEL
GSTV