GSTV
Home » News » વાયુ વાવાઝોડું રાજકોટ જિલ્લાના ૫૦ જેટલા ગામોને કરશે અસર, ૧,૮૮૬ લોકોનું સુરક્ષીત જગ્યાએ કરાયું સ્થળાંતર

વાયુ વાવાઝોડું રાજકોટ જિલ્લાના ૫૦ જેટલા ગામોને કરશે અસર, ૧,૮૮૬ લોકોનું સુરક્ષીત જગ્યાએ કરાયું સ્થળાંતર

વાયુ વાવાઝોડું રાજકોટ જિલ્લાના ચાર તાલુકાના ૫૦ જેટલા ગામોને પણ અસર કરવાનું હોવાથી સરકારીતંત્ર દ્વારા ચારેય તાલુકામાંથી ૧,૮૮૬ લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થાણંતર કરાવ્યું હતું .

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું હોઈ અને આ વાવાઝોડાની અસર વિવિધ જિલ્લાઓમાં પણ થવાની હોવાથી સરકાર દ્વારા વાવાઝોડાથી ઓછામાં ઓછી જાનહાની થાય તેના માટે વિવિધ જગ્યાએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

તેમજ નદી કાંઠા વિસ્તારમાં રહેતા તેમજ કાચા અને પતરાની છતવાળા મકાનમાં રહેતા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરાવી દેવામાં આવ્યું છે.આ વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, ઉપલેટા અને ધોરાજી તાલુકાના પચાસ જેટલા ગામોમાં થશે.

ત્યારે તેની અગમચેતીના ભાગરૂપે આજે જેતપુર સેવા સદન ખાતે કુટીર ઉદ્યોગના વિકાસ કમિશ્નર બી.આર.ખરાડીની અધ્યક્ષતામાં સરકારની વિવિધ શાખાઓની એક બેઠક મળેલ હતી. જેમાં વાવાઝોડા સમયે દરેક શાખાએ એલર્ટ રહીને તેઓને શુ શુ કામગીરી કરવાની તેની સમજ આપી હતી.

READ ALSO

Related posts

સુરતમાં પતિએ પત્નીને ફોને પર આપ્યા ત્રિપલ તલાક, પોલીસે ફરિયાદ લેવાનો કર્યો ઈન્કાર

Nilesh Jethva

મોદી સરકાર રાજ ઠાકરેને પણ નહીં છોડે, દેશના સૌથી મોટા કૌભાંડમાં આજે થઈ પૂછપરછ

Riyaz Parmar

જામનગરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા, મીઠાઈ અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!