GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

AIR પ્યૂરીફાયર ઉત્પાદકોનાં બિઝનેસમાં થયો વધારો, હવાનું પ્રદૂષણ વધતા વેચાણમાં 50%નો વધારો

દેશભરમાં દિવસેને દિવસે હવાનું પ્રદૂષણ (Air Pollution) વધી રહ્યું છે. લોકો આ પ્રદૂષણથી બચવા માસ્કથી લઈને એર પ્યૂરીફાયર (Air Purifier)નો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થતાં લોકો મોટી સંખ્યામાં એર પ્યૂરીફાયરની ખરીદી કરી રહ્યા છે. હવાના પ્રદૂષણના વધતા સ્તરને કારણે  આ વર્ષની મુખ્ય સીઝનમાં એર પ્યૂરીફાયર બ્રાન્ડના વેચાણમાં (ઓક્ટોબર-નવેમ્બર)માં 60 ટકાનો વધારો થયો છે.

દિલ્હી-એનસીઆર અને અન્ય ઉત્તરીય પ્રદેશોમાં વધતા હવા પ્રદૂષણને પગલે ફિલિપ્સ, બ્લૂએર, પેનાસોનિક, યુરેકા ફોર્બ્સ, શોર્પ, શાઓમી અને બ્લુ સ્ટાર જેવી કંપનીઓના વેચાણમાં બે આંકડાની વૃદ્ધિ નોંધાઈ છે. માત્ર દિલ્હી-NCR જ નહીં પણ લખનૌ અને કાનપુર જેવા ટાયર-2 શહેરોમાં પણ પ્યૂરીફાયર્સની માંગ વધી ગઈ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 60 ટકા વધ્યું વેચાણ એર પ્યૂરીફાયર્સનું સૌથી વધુ વેચાણ ઉત્તર ભારતમાં થયું છે.

આ વર્ષે કંપનીઓ પાસેથી કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી એર પ્યુરિફાયર્સની મોટા પ્રમાણમાં માંગ કરવામાં આવી છે. ફિલિપ્સ પર્સનલ હેલ્થના ભારતીય ઉપખંડના વાઇસ પ્રેસિડેન્ટ ગુલબહાર તૌરાનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતના એર પ્યુરિફાયર માર્કેટની કિંમત 450 કરોડ રૂપિયાએ પહોંચી છે. આ વર્ષે સૌથી વધુ વિસ્તારોમાં એર પ્યુરિફાયર્સ પહોંચી ગયા છે અને ગત વર્ષની તુલના કરતા આ વર્ષે એર પ્યુરિફાયર્સનું વેચાણ 60 ટકાથી પણ વધુ થયું છે.

નાના શહેરોમાં પણ માંગ વધી શાર્પ બિઝનેસ સિસ્ટમ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રમુખ કિશ્લે રેએ જણાવ્યું હતું કે, શાર્પે ઓક્ટોબર અને નવેમ્બરમાં એર પ્યૂરિફાયરના 15,000 યુનિટ વેચ્યા હતા. આ બે મહિનામાં કંપનીના વેચાણમાં 27 ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા જેવા પ્રદૂષણના જાણીતા મુખ્ય વિસ્તારો ઉપરાંત જ્યાં પ્રદૂષણ ન હોય તેવા વિસ્તારોમાં પણ એર પ્યૂરિફાયરની માંગ વધી છે. યુરેકાના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર શશાંક સિંહાએ જણાવ્યું હતું કે, હવે નાના શહેરોમાં પણ એર પ્યુરિફાયર્સનું વેચાણ વધી રહ્યું છે.

READ ALSO

Related posts

ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાથી 41 મૃત્યુ, 2983 નવા કેસો વધતાં રામ મંદિર શિલાન્યાસ માટે ચિંતા વધી

Dilip Patel

કોરોનાકાળમાં પણ રોકાણનું સુરક્ષિત ઠેકાણું છે PPF, જાણો કેવી રીતે અને કેટલો મળી શકે છે ફાયદો

Mansi Patel

જાપાની સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યો સ્માર્ટ માસ્ક: 8 ભાષામાં વાત કરશે અને ફોન સાથે થશે સીધો કનેક્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!