GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ દેશમાં આ પ્રદૂષણમાં એક ટકાનો વધારો થયો તો કોરોનાના મોતના આંકમાં 5.7 ટકાનો થશે વધારો, આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Last Updated on May 9, 2021 by Pritesh Mehta

સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એનવાયરમેન્ટના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર અનુમિતા રૉય ચૌધરીએ જણાવ્યું કે, કોરોનાની ગત લહેર સમયે વૈજ્ઞાનિકોએ વાયુ પ્રદૂષણ અને કોરોના વચ્ચેના સંબંધો અંગે ખુલાસો કર્યો હતો. એકવાત સ્પષ્ટ હતી કે, વાયુ પ્રદૂષણ થકી કોરોના ફેલાવવાનું જોખમ વધુ છે.

corona

ભારતમાં તો ઘણા શહેર એવા છે જે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન ધરાવે છે. આવા શહેરોમાં રહેલા લોકોની રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસનતંત્ર પ્રદૂષણને કારણે નબળું રહે છે. જો આવા લોકોને કોરોના થાય તો તેમના ફેફસાંની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણમાં એક ટકાનો પણ વધારો થાય તો કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 5.7 ટકાનો વધારો થઈ શકે છે. ભારતીય વૈજ્ઞાનિકોના મતે, દેશમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવામા આવે તો કોરોના મહામારીથી વહેલી તકે મુક્તિ મળી શકે છે.

પ્રદૂષણ

દેશમાં બીજી લહેરના કારણે આરોગ્ય સિસ્ટમ ડગમગી ગઇ છે અને હજુ ત્રીજી લહેરની સંભાવના દર્શાવાઇ છે ત્યારે લોકો હવે પૂછી રહ્યા છે આખરે આ કોરોનાનો અંત થશે ક્યારે જો કે એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોના ક્યારેય પણ ખતમ નહીં થાય.

કોરોના

અત્યારે સૌ કોઇના મનમાં એક જ પ્રશ્ન છે કે આખરે કોરોના વાયરસ દેશમાંથી કયારે ખતમ થશે ? છેલ્લા દોઢ વર્ષમાં ઉનાળો હોય કે શિયાળો, કોરોનાનો પ્રકોપ હંમેશા વધતો જોવા મળ્યો છે. ત્યારે જર્મનીના હેન્ડલબર્ગ ઈન્સ્ટિટયુટ તેમજ ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સના સંશોધન અહેવાલમાં એક ચોંકાવનારૂ તારણ રજૂ કરાયું છે.

સંશોધનકારોએ કહ્યું છે કે, હવે આપણે કોરોના વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે. કારણ કે આ વાયરસ હંમેશા જીવીત રહેવાનો છે અને તેનો પ્રકોપ લાંબા સમય સુધી ચાલુ જ રહેવાનો છે. જો કે મેડિકલ સાયન્સનું માનવું એવુ છે કે, કોઈપણ વાયરસનું અસ્તિત્વ કયારેય સમાપ્ત થતું જ નથી પરંતુ રિસર્ચમાં એમ બતાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વર્ષમાં અનેક વખત પીક પોઇન્ટ પર પહોંચશે અને તેને પગલે મોટી સંખ્યામાં મૃત્યુ થશે.  ભારતમાં બીજી લહેર ભયંકર બની છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ અહેવાલે સૌ કોઇની ચિંતા વધારી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!