GSTV
Home » News » એર પોલ્યુશન : ભારતીયોનો સરેરાશ જીવનકાળમાં થયો ઘટાડો, ચોંકાવનારો રિપોર્ટ…

એર પોલ્યુશન : ભારતીયોનો સરેરાશ જીવનકાળમાં થયો ઘટાડો, ચોંકાવનારો રિપોર્ટ…

ભારતમાં સરેરાશ માનવીનું જીવન હવા પ્રદૂષણના લીધે ૨.૬ વર્ષ જેટલુ ઘટ્યુ છે, તેમ એન્વાયર્નમેન્ટ થિંક ટેન્કના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે. સેન્ટર પોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના અહેવાલ મુજબ આઉટડોર અને હાઉસહોલ્ડ એર પોલ્યુશન મળીને ગંભીર રોગનું કારણ બને છે.  ભારતમાં હવા પ્રદૂષણ મૃત્યુના કારણમાં ત્રીજા નંબરનું સૌથી મોટુ કારણ છે અને ભારતમાં ધૂમ્રપાન સિવાયના જોખમમાં એર પોલ્યુશન સૌથી ટોચે છે.

આ પ્રદૂષણનું સ્તર વૈશ્વિક ધારાધોરણ કરતા વધારે છે અને તેના લીધે માનવીનો જીવનકાળ સરેરાશ ૨૦ મહિના જેટલો ઓછો થાય છે. આજે ભારતમાં જન્મતા બાળકનો જીવનકાળ ૨૦ મહિના જેટલો માંડ રહ્યો છે, તેના લીધે કેટલાય બાળક ૨.૬ વર્ષના થાય તે પહેલા જ મૃત્યુ પામે છે, એમ સીએસઇના અહેવાલમાં જણાવાયું હતું.  સીએસઇ મુજબ બહારના હવા પ્રદૂષણના લીધે જીવનના અપેક્ષિત સમયગાળો દોઢ વર્ષ જેટો ઘટી જાય છે અને ઘરના પ્રદૂષણના લીધે જીવનકાળ એક વર્ષ અને બે મહિના જેટલો ઘટી જાય છે. આમ સંયુક્ત રીતે ભારતીયનું સરેરાશ આયુષ્ય ૨.૬ વર્ષ જેટલું ઘટવા પામ્યુ છે, એમ તેમણે જણાવ્યું હતું.

અહેવાલે જણાવ્યું હતું કે હાઉસ હોલ્ડ એર પોલ્યુશન દેશના આઉટડોર એર પોલ્યુશનમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. તેના લીધે થતા ગંભીર રોગ મૃત્યુના પ્રમાણમાં અડધા જેટલો હિસ્સો ધરાવે છે, તેના પછીના ક્રમે આવતા ફફસાના કેન્સરથી થતું મોતનું પ્રમાણ ૩૩ ટકા, ડાયાબિટીસ અને ઇશેમિક હાર્ટ ડિસીઝનું પ્રમાણ ૨૨ ટકા અને સ્ટ્રોકનું પ્રમાણ ૧૫ ટકા છે.

READ ALSO

Related posts

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

રામ મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ સરકાર લાવશે તો વિરોધી કરીશું

Riyaz Parmar

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!