GSTV

સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડની જવાબદારી સોંપાઈ આ એર માર્શલને, છે ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર

Last Updated on October 1, 2019 by Karan

એર માર્શલ એસ કે ઘોટિયા વિશિષ્ટ સેવા મેડલ એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે 01 ઓક્ટોબર, 2019નાં રોજ જવાબદારી સંભાળી હતી. એર માર્શલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. એર માર્શલ એસ કે ઘોટિયા નેશનલ ડિફેન્સ એકેડેમીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને વર્ષ 1981માં ભારતીય વાયુ સેનાનાં ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. તેઓ ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે.

આ મહત્વપૂર્ણ પદ પર સંભાળી છે કામગીરી

એર માર્શલે વિવિધ હોદ્દા પર જવાબદારી સંભાળી છે, જેમાં ફાઇટર સ્ક્વેડ્રન ના કમાન્ડિંગ ઓફિસર, ચીફ ઓપરેશન્સ ઓફિસર અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં ફોરવર્ડ એર બેઝ ના સ્ટેશન કમાન્ડર સામેલ છે. તેમણે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા પર પણ કામગીરી કરી છે, જેમાં એર હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર ઇન્ટેલિજન્સ, વેસ્ટર્ન એર કમાન્ડનાં ઓપરેશન્સ 1એ, એર હેડ ક્વાર્ટર્સમાં પ્રિન્સિપલ ડાયરેક્ટર ટ્રેનિંગ (ફ્લાઇંગ), પેરિસમાં ભારતની એમ્બેસીમાં એર એટેચ, એર હેડક્વાર્ટર્સમાં એર ઓફિસર કમાન્ડિંગ કોબ્રા ગ્રૂપ, આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (ઇન્ટેલિજન્સ), ટ્રેનિંગ કમાન્ડ આઇએએફમાં સીનિયર એર સ્ટાફ ઓફિસર સામેલ છે. તેમણે કોલેજ ઓફ એર વોરફેરમાં હાયર એર કમાન્ડ કોર્સમાંથી પસાર કર્યા છે. અગાઉ તેમની વર્તમાન એપોઇન્ટમેન્ટ અગાઉ ટ્રેનિંગ કમાન્ડનાં તેઓ એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતાં.

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો

Dhruv Brahmbhatt

સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!