GSTV
Home » News » એર માર્શલ આરકેએસ ભદૌરિયા બનશે આગામી વાયુસેના અધ્યક્ષ, ઉડાવી ચુક્યા છે રાફેલ વિમાન

એર માર્શલ આરકેએસ ભદૌરિયા બનશે આગામી વાયુસેના અધ્યક્ષ, ઉડાવી ચુક્યા છે રાફેલ વિમાન

એર વાઇસ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા વાયુ સેના(એરફોર્સ)નાં આગામી પ્રમુખ બનશે. રક્ષા મંત્રાલયનાં મુખ્ય પ્રવક્તાનાં જણાંવ્યા પ્રમાણે, સરકારે આગામી વાયુસેના પ્રમુખ(ચીફ એર માર્શલ) તરીકે આરકેએસ ભદૌરિયાનાં નામ પર મંજૂરીની મહોર લગાવી છે. તેઓ તેમનાં પૂરોગામી એર ચીફ માર્શલ બીએસ ધનોઆનું સ્થાન ગ્રહણ કરશે. બીએસ ધનોઆ આગામી 30 સપ્ટેમ્બરે ચીફ ઓફ એર સ્ટાફ પદેથી સેવાનિવૃત થશે.

એર વાઇસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા વાયુસેનાનાં સૌથી ઉત્તમ પાયલોટ પૈકીનાં એક છે. તેમણે અત્યાર સુધઈમાં 27થી વધારે લડાકુ અને પરિવહન વિમાનોને ઉડાવ્યા છે. જેમાં રાફેલ યુદ્ધ વિમાન પણ શામેલ છે. તેઓ રાફેલ લડાકુ વિમાન ખરીદી ટીમનાં ચેરમેન પણ રહી ચુક્યા છે.

રાફેલ વિમાન ઉડાવ્યા બાદ તેમણે કહ્યું કે રાફેલ વિમાન દુનિયાનું સૌથી શ્રેષ્ઠ વિમાન છે. તેનાં આગમનથી ભારતીય વાયુ સેનાની તાકાતમાં બમણો વધારો થશે. સુખોઇ અને રાફેલની જોડીની તાકાત સામે હવે પાકિસ્તાન અને ચીન ભારત વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની નાપાક હરકતો નહિં કરે.

એર વાઇસ ચીફ માર્શલ ભદૌરિયા પ્રાયોગિક ટેસ્ટ પાયલટ હોવાની સાથે-સાથે A કેટેગરીનાં ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને પાયલટ અટૈક ઇન્સ્ટ્રક્ટર પણ છે. ભદૌરિયાને વાયુ સેના પદક, અતિ વિશીષ્ટ સેવા પદક અને પરમ વિશીષ્ટ સેવા પદકથી સન્માનિત કરાયા છે.

READ ALSO

Related posts

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

મૃતક કમલેશ તિવારીના પુત્રએ શા માટે કહ્યું, મને યુપી સરકાર પર નથી ભરોશો

Nilesh Jethva

ભાજપના નેતાઓ પર ભડકી પ્રિયંકા ગાંધી, કહ્યું – ઈકોનોમી સુધારો, કોમેડી સર્કસ ન ચલાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!