GSTV

કોંગ્રેસના ધમાસાણ વચ્ચે ફ્રાંસમાં આ એર માર્શલે કરી રાફેલની કરી સવારી

Last Updated on June 30, 2019 by Alap Ramani

રાફેલ ડીલ મામલે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ભારતીય વાયુ સેનાના અધિકારીએ રાફેલની ઉડાન ભરી છે. કોંગ્રેસ રાફેલ ડીલ મામલે સરકારને ઘેરી રહી છે. ત્યારે ફ્રાંસમાં વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ રઘુનાથ નાંબિયારે રાફેલની સવારી કરી છે. આધુનિક સુવિધાથી સજ્જ રાફેલ આગામી વર્ષે ભારતમાં આવશે. નાંબિયારે ફ્રાંસના ઈસટ્રેસ એર બેઝથી રાફેલની ઉડાન ભરી છે. એક કલાક સુધી રાફેલ ની સવારી કર્યા બાદ નાંબિયારે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

ભારતીય વાયુસેનાના છ સભ્યોની ટીમ ફ્રાંસમાં છે. આ ટીમ ડોસોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની પણ મુલાકાત લેશે. મહત્વનું છે કે, 67 મહિનામાં ફ્રાંસ 36 રાફેલ વિમાન ભારતને આવી રહ્યુ છે. ત્યારે રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના સંરક્ષણ પ્રધાનનું રાજીનામું માગ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સંરક્ષણ પ્રધાન નિર્માલા સીતારમન સતત જુઠ્ઠું બોલી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, સરકારે રાફેલ ડીલ કરીને  કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે. જેના કારણે સરકારી ખજાનાને મોટું નુકસાન થઈ રહ્યું છે.

 

 

Related posts

ક્રાઇમ / ગાંધીનગરના હડમતીયા ગામે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે ડખો થતા ફાયરિંગ, બિલ્ડરનું મોત

Dhruv Brahmbhatt

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!