સિંગાપુર એરલાઈન્સ દ્વારા આજે એક મહત્વની જાણકારી આપી છે. એરલાઈન્સનું કહેવું છે કે, ટાટા સન્સની માલિકીની એર ઈન્ડિયા સાથે વિસ્તારા એરલાઈન્સનું માર્ચ 2024 સુધીમાં મર્જર કરવામાં આવશે. ટાટા સન્સ અને સિંગાપુર એરલાઈન્સ વચ્ચે મર્જરને લઈને ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાયો છે. વિસ્તારામાં ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ બંને માલિકી ધરાવે છે, જેમાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો વધુ છે. આ નવી વ્યવસ્થા બાદ એર ઈન્ડિયા પાસે વધુ એરક્રાફ્ટ અને વધુ રૂટ હશે.

કંપનીમાં સૌથી વધુ હિસ્સો ટાટા સન્સ પાસે
આ મોટી કંપનીમાં સિંગાપુર એરલાઈન્સનો 25 ટકા હિસ્સો હશે અને આ મોટી કંપનીમાં સિંગાપુર એરલાઈન્સ રૂ.2000 કરોડનું રોકાણ કરશે. હાલ વિસ્તારા પાસે 51 ટકા જ્યારે 49 ટકા હિસ્સો ટાટા પાસે છે. ટાટાએ આ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાને સરકારી ડિસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે 18,000 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
2024 સુધીમાં મર્જર કરવાનું લક્ષ્ય
સિંગાપોર એરલાઈન્સે નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, નિયમનકારી મંજૂરી મળ્યા બાદ આ મર્જર પ્રક્રિયાની કામગીરીનું લક્ષ્ય માર્ચ-2024 નક્કી કરાયું છે. ટાટા પાસે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઇન્ડિયા પણ છે. આ બંનેને 2024 સુધીમાં એર ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ મર્જ કરાશે. એટલે કે તમામ 4 એરલાઈન્સ કંપનીઓ એર ઈન્ડિયામાં મર્જર થઈ જશે. આ કંપનીને ટાટા દ્વારા સ્થાપિત કરાઈ હતી. જોકે બાદમાં તેનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. જોકે આ કંપની ખોટમાં આવ્યા બાદ સરકારે તેને ટાટાને જ વેચી દીધી હતી.
READ ALSO
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે