GSTV

નિલામ થયા પહેલા Air India એ કર્યુ આ કામ કે, ખુદ વડાપ્રધાને પત્ર લખી કહ્યુ…

દેશની એરલાઈન્સ એર ઈન્ડિયા હવે વેચવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા કંપનીએ ફરી વખત એક એવુ કામ કરી દીધુ છે કે, ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કર્યા છે. મુશ્કેલીના સમયમાં ભારતીયોનો જીવ બચાવવા માટે વડાપ્રધાને હેલ્થ વર્કરોના પણ વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારને વિનિવેશના હેઠળ એર ઈન્ડિયાની પણ નિલામી કરવાની તૈયારી કરી લીધી છે. જેમાં આગામી મહિના સુધી બોલી લગાવવાની વાત કરવામાં આવી છે.

વડાપ્રધાને મોદીએ લખ્યો પત્ર

11 ફેબ્રુઆરીના રોજ લખવામાં આવેલ પોતાના પત્રમાં વડાપ્રધાને કહ્યું છે કે, એર ઈન્ડિયા, સફદરજંગ હોસ્પિટલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલની ટીમે વુહાનથી ભારતીયોને બહાર કાઢવાનું અદભૂત કામ કર્યું છે. આ બચાવ ટીમ દરેક ભારતીય માટે એક પ્રેરણારૂપ છે. વડાપ્રધાને વધુમાં લખ્યું છે કે, 647 લોકોને કોઈપણ થાક વગર ચીનના સંકટમાંથી બહાર લાવવું એક પ્રશંસનીય કાર્ય છે.

એર ઈન્ડિયા કટોકટી સમયમાં મદદ માટે તૈયાર રહે છે

આ કેસમાં નિષ્ણાંતોનું કહેવુ છે કે, એર ઈન્ડિયા હંમેશાથી કટોકટી સમયે વિદેશથી ભારતીયોને બહાર કાઢવા માટે તૈયાર રહ્યુ છે. ખાડી દેશોના યુદ્ધથી લઈને તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય કટોકટીમાં એર ઇન્ડિયા ભારતીયો માટે સંકટમોચન સાબિત થયું છે.

કોરોનાના કારણે ચીનમાં વાહન્યવહાર ઠપ

ઉલ્લેખનીય છે કે, ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના ઇન્ફેક્શન પછી શહેરના તમામ વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ચીનની સરકારે એક નિર્દેશ જાહેર કર્યો હતો કે, વુહાન શહેરથી કોઈ પણ વિમાન, ટ્રેન અને માર્ગ સેવા ચાલશે નહીં. આ કટોકટીની સ્થિતિમાં એર ઇન્ડિયાએ ફ્લાઇટમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

READ ALSO

Related posts

કાળમુખા કોરોનાનો ફફળાટ, વધુ એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા

Ankita Trada

કોરોના સામેના જંગમાં હવે સેના તૈયાર, 8500 ડોક્ટરો હાઈએલર્ટ પર, વાયુસેના થઈ સક્રિય

Nilesh Jethva

દેશમાં કોરોના વોરિયર્સ પર ત્રીજો હુમલો, ડોક્ટરોએ અમિત શાહની માગી મદદ, પીએમ મોદીએ આપ્યા છે કડક આદેશો

Karan
Do NOT follow this link or you will be banned from the site!