GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Corona નો કહેર, દેશની આ એરલાઈન્સે પોતાના 200 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ કર્યા સસપેન્ડ

કોરોનાનો કહેર હવે એવિએશન કંપનીઓ પર પણ તૂટી રહ્યો છે. કારણ કે, સતત એરલાઈન્સ (Air India) દ્વારા પોતાના કર્મચારીઓની સેલરીમાં કપાત કરવામા આવી રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે, એર ઈન્ડિયા (Air India)એ પોતાના 200 પાયલટોના કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દીધા છે. જણાવી દઈએ કે, આ પાયલટને રિટાયરમેન્ટ બાદ ફરીથી એર ઈન્ડિયમાં નોકરી આપવામાં આવી હતી.

spicejet એ પણ કર્મચારીઓની સેલરી ઘટાડી

ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા પહેલાથી જ પોતાના બધા કર્મચારીઓના પગારમાં આગામી મહિના સુધી 10 ટકા કપાત કરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ એવિએશન કંપની સ્પાઈસજેટે પણ પોતાના કર્મચારીઓની સેલરીમાં 10 થી 30 ટકા સુધી કપાત કરવાનો નિર્ણય લીધો છે.

આ છે કારણ

PTI ને એર ઈન્ડિયાના એક અધિકારીને કહ્યુ કે, લગભગ બધા જ પ્લેન જમીન પર ઊભા છે, જેથી છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી કંપનીને આવકમાં જોરદાર ફટકો પડ્યો છે. તેથી એરલાઈન્સે આ નિર્ણય લીધો છે કે, પોતાના 200 પાયલટના કોન્ટ્રેક્ટને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવે, જેને રિટાયરમેન્ટ બાદ પણ ભરતી કરવામાં આવ્યા હતા.

ઉડ્ડયન સેક્ટરની હાલત ખૂબ જ ખરાબ

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ભારત સહિત દુનિયાના લગભગ 1/3 દેશમાં લોકાડાઉનના હાલત છે. એવામાં આ ટ્રાવેલ અને ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રી માટે કહેર બનીને ટૂટ્યો છે. ભારતમાં પણ હવાઈ યાત્રા પર પૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવી છે. ભારતે દેશમાં આવતની તમામ ઈન્ટરનેશન અને ડોમેસ્ટીક ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો છે. લોકડાઉને ભારતના ઉડ્ડયન ક્ષેત્રની કમર ભાંગી નાખી છે. આ સેક્ટરનો દેશની GDP માં લગભગ 70 અબજ ડોલરની છે.

બધી જ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ

જણાવી દઈએ કે, સિવિલ ઉડ્ડયન મંત્રાલયે VIP અને VVIP વાળી ફ્લાઈટ્સને દેશમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કારણ કે, ભારતમાં વિદેશથી આવેલા Covid-19 કેસ વધી રહ્યા છે. સરકારે પહેલા બધી જ રીતે ઈન્ટરનેશનલ એર ટ્રાફિક પર પહેલા 23 થી 29 માર્ચ સુધી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી હતી, બાદમાં તેને વધારીને 14 એપ્રિલ સુધી કરી દેવામાં આવ્યુ હતુ. બધી જ ડોમેસ્ટીક ફ્લાઈટ્સને પણ 14 એપ્રિલ મધ્યરાત્રી સુધી રોકી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

એશિયન ગોલ્ડમેડાલિસ્ટ બોક્સર ડિંગકો સિંઘ કોરોનાગ્રસ્ત, કેન્સર સામે પણ લડી રહ્યા છે જંગ

Bansari

અર્જુન રામપાલે 25 વર્ષ જૂનો ફોટો શેર કર્યો, એ વખતે કેવો લાગતો હતો

Mansi Patel

દેશમાં અનલોક -1ના અમલ વચ્ચે કોરોના મહામારી રોકવા આ રાજ્યે પોતાની તમામ સરહદો કરી સીલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!