GSTV
Home » News » એર ઈન્ડિયાના વરિષ્ઠ પાયલટે એર હોસ્ટેઝને આ પ્રશ્ન કર્યો, જે બાદ થયો હંગામો

એર ઈન્ડિયાના વરિષ્ઠ પાયલટે એર હોસ્ટેઝને આ પ્રશ્ન કર્યો, જે બાદ થયો હંગામો

એર ઈન્ડિયાના એક સિનિયર પાયલટે એર હોસ્ટેઝને એક ખતરનાક પ્રશ્ન પૂછ્યો કે, તારો પતિ તારાથી દૂર રહે છે, તો તું સેક્સ કેવી રીતે કરે છે? શું તું માસ્ટર બેટ કરે છે? આ પ્રશ્ન બાદ એર હોસ્ટેઝે પાયલટ ઉપર યૌન શોષણનો આરોપ લગાવતા એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓને ફરીયાદ કરી કેસ કરી દીધો છે. જે બાદ આ પાયલટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે, માહિતી મળી છે કે, આ પાયલટને પરત પોતાના નોકરી પર બોલાવી લેવામાં આવ્યો છે.

પાયલટ સચિન ગુપ્તાની વિરુદ્ધ વિભાગીય કમીટિ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમા એરહોસ્ટેઝ સાથે પાયલટ અધિકારીને યૌન શોષણ અને અભદ્રવ વ્યવહાર કરવા બદલ દોષી ઠેરરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને મેજર પેનલ્ટીની સજા આપી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એર ઈન્ડિયાના રીજનલ ડાયરેક્ટર પીએસ નેગીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ઈન્ટરનલ શિકાયત કમીટિ તપાસમાં પાયલટ સચિન ગુપ્તાને અભદ્ર વ્યવહાર માટે દોષી ગણાવ્યા હતા. કંપનીના નિયમો પ્રમાણે, તાત્કાલિક જે કડક કાર્યવાહી કરવામાં આવી શકતી હતી તે મેજર પેનલ્ટી કરવામાં આવી હતી.

જો કે, પાયલટ સચિન ગુપ્તાએ હવે એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની ઓથોરીટીને પોતાના ઉપર કરવામા આવેલ કાર્યવાહી વિરુદ્ધ ફરીયાદ કરી છે. સચિન ગુપ્તાની માગ છે કે, તેમના કામ અને અનુભવને જોઈને ઓથોરીટી દ્વારા સક્ષમ તપાસ કરવામાં આવે.

વિભાગીય તપાસ દરમિયાન પાયલટ સચિન ગુપ્તા ઉપર રોક લાદવામા આવી હતી કે, તેઓ એર ઈન્ડિયાની કોઈ પણ ઓફિસમાં નહી આવી શકે, જ્યાં સુધી તેમના ઉપર તપાસ પૂર્ણ ન થઈ જાય. સચિન ગુપ્તાએ મહિલા એરહોસ્ટેઝ સાથે 5 મે 2019ના રોજ અભદ્ર વર્તન કર્યુ હતું.

એર હોસ્ટેઝે તપાસ દરમિયાન કમીટિને જણાવ્યું હતું કે, પાયલટ સચિન ગુપ્તા સાથે તેણી હૈદરાબાદની એક રેસ્ટોરન્ટમાં ભોજન લેવા માટે ગઈ હતી, ત્યારે પાયલટે તેની સાથે આવું કર્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!