GSTV
India News ટોપ સ્ટોરી

EDએ પ્રફૂલ પટેલને બીજીવાર મોકલ્યુ સમન્સ, એરઈન્ડિયા કૌભાંડ મામલે કરાશે પુછપરછ

EDએ એ ઇન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાના સીટ ગોટાળા મામલે UPA સરકારમાં મંત્રી રહેલા અને NCPના નેતા પ્રફલ્લ પટેલની પુછપરછ માટે બીજીવાર સમન્સ મોકલ્યું છે, EDએ તેમને 10 કે 11 જુનના રોજ હાજર થવા કહ્યું છે. એર ઇન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાના ગોટાળામાં કોઇ રાજનેતા વિરુદ્ધ આ પહેલી મોટી કાર્યવાહી છે.

આ અગાઉ EDએ પ્રફુલ્લ પટેલને 6 જુને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમને બીજી તારીખ માંગી હતી. સત્તાવાર સુત્રો પ્રમાણે મામલામાં ધરપકડ કરવામાં આવેલા લોબિસ્ટ દીપક તલવારના ખુલાસા અને એજન્સી દ્વારા એકઠાં કરવામાં આવેલા પુરાવાના આધાર પર પટેલની પુછપરછ કરવાની છે.

બીજી તરફ પ્રફૂલ પટેલે જણાવ્યું હતું કે ઇડી સમક્ષ હાજર થઇને જે પણ સવાલ પૂછે તેના જવાબ આપવાનું મને ગમશે, હું જરુર એજન્સી સમક્ષ હાજર થઇ જઇશ. 62 વર્ષીય પ્રફૂલ પટેલ 2004માં કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રહી ચુક્યા છે. તેઓ મુંબઇની બાંદ્રા-ગોંડિયા બેઠક પર ચાર વખત લોકસભાના સાંસદ રહી ચુક્યા છે.

એજન્સીએ થોડા દિવસ પહેલા જ આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી.  ચાર્જશીટમાં ઇડીએ દીપક તલવારનું નામ નોંધ્યું છે, સાથે દાવો કર્યો છે કે તલવારની અગાઉ ધરપકડ થઇ ચુકી છે તેમની પાસેથી પ્રફૂલ પટેલ સાથેની વાતચીતના પુરાવા મળ્યા છે. જેમાં ઇમેલ દ્વારા થયેલી વાતચીતનો પણ સમાવેશ થાય છે. આ પુરાવાના આધારે જ હાલ પ્રફૂલ પટેલને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને તેની આગળ પૂછપરછ કરવામાં આવશે. કેટલીક ખાનગી એરલાઇન્સને ગેરકાયદે લાભ પહોંચાડવા માટે તલવારે ભલામણો કરી હતી. 

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV