GSTV
Home » News » શું એર ઇન્ડિયાની પણ જેટ જેવી થશે હાલાત? : થયો મોટો ખુલાસો

શું એર ઇન્ડિયાની પણ જેટ જેવી થશે હાલાત? : થયો મોટો ખુલાસો

air india israel

ઈઝરાયલના એક સ્થાનિક મીડિયા વર્ગમાં એવા સમાચારો પ્રસારિત થઈ રહ્યા હતા કે, ભારતની રાષ્ટ્રીય એરલાઈન કંપની એર ઈન્ડિયા દેવાળીયા થઈ જવાને આરે છે. ત્યારે આવા રૂમર્સ ફેલાવનારને એરલાઈન્સે જવાબ આપ્યો છે. જેમાં ભારતની રાષ્ટ્રીય એરલાઈન કંપની એરઈન્ડિયાએ ઈઝરાયલ મીડિયાના એર વર્ગમાં તેના નાદાર થવાના આરે પહોંચવાના ચાલી રહેલા સમાચારોનું ખંડન કર્યું છે. એર ઈન્ડિયા એરલાઈને આ સમાચારોને આધારહીન ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં ઈઝરાયલના લોકો દિલ્હી આવવા માટે એરઈન્ડિયાનો ઉપયોગ કરે છે. એર ઈન્ડિયાએ એ લોકોની આશંકાઓને દૂર કરતા ઈઝરાયલી મીડિયાના એક વર્ગ અને અમુક વેબ-ઓનલાઈન પોર્ટલ પર ફેલાવાઈ રહેલ તેના દેવાળીયા થઈ જવાના સમાટારોનું ખંડન કર્યું છે. ત્યારે ઈઝરાયલના મીડિયામાં આ રીતના સમાચારો આવી રહ્યા છે કે, એર ઈન્ડિયા પર ભારે દેવું છે અને એક અબજ ડોલરથી વધુ સુધી પહોંચી શકે છે. ત્યાનાં સ્થાનિક મીડિયાએ એર ઈન્ડિયાના ટિકિટ બુક કરાવતા ઈઝરાયલના મુસાફરોને પણ સલાહ આપી છે કે, તે પોતાના પૈસાની વસૂલી માટે જરૂરી પગલા લેશે.

એર ઈન્ડિયાના ઓઈલ અવીવ ઓફિસે નિવેદન જારી કરીને આ અટકળોનું ખંડન કર્યું છે. એરલાઈને જણાવ્યું છે કે, એર ઈન્ડિયા સતત મજબૂત બની રહી છે. અન્ય ગ્રાઉન્ડેડ એરલાઈનના યાત્રીઓને તે મુસાફરી ઉપલબ્ધ કરાવી રહી છે.

જેમાં નિવેદનમાં જણાવ્યું કે, અસમંજસની સ્થિતિ પેદા કરતા અને એર ઈન્ડિયાની વિશ્વસનીયતાને નુકશાન પહોંચાડતા કોઈ પણ પ્રયત્નનું સંપૂર્ણ ખંડન કરવામાં આવે છે. એર ઈન્ડિયાના કંટ્રી મેનેજર પંકજ તિવારીએ જણાવ્યું કે, આ એક બોગસ સમાચારો છે. હકીકતમાં, એર ઈન્ડિયા તેલ એવીવ-દિલ્હી માર્ગ પર પોતાની ફ્લાઈટ વધારવા અંગે વિચારી રહી છે.

READ ALSO

Related posts

પીઓકે એ ભારતનો જ હિસ્સો, મોદી સરકારે વિશ્વને આપ્યો સ્પષ્ટ જવાબ

Riyaz Parmar

ધરપકડથી બચવા રાજીવ કુમાર CBI પકડથી દુર, શોધખોળ માટે વિશેષ ટીમની રચના કરાઈ

Riyaz Parmar

મહારાષ્ટ્ર : મોટા અને નાના ભાઈનો વિવાદ ફરી વકર્યો, સીટોની વહેંચણી રચશે નવા સમીકરણો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!