જલ્દી કરો! 12મું પાસને મળશે 1 લાખની સેલરી, અહીં પડી છે ભરતી

12th pass govt job

જો તમે સારી સેલેરી આપે તેવી નોકરીની તલાશમાં હોય તો આ તમારા માટે બેસ્ટ જૉબ છે. એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ (AISEL)એ એરક્રાફ્ટમાં મેન્ટેનન્સ એન્જિયરની જગ્યા માટે જાહેરાત આપી છે. એર ઇન્ડિયાએ જુદી-જુદી જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. જેની સેલરી એક લાખ રૂપિયાથી વધારે છે.

આટલી મળશે સેલરી

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ (AISEL)એ 160 જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. આ જગ્યાઓ પર ભરતી માટે 1 એપ્રિલથી 12 એપ્રિલ 2019 સુધી વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર ઉમેદવારોને નિશ્ચિત સમય માટે રોજગારના આઘારે પાંચ વર્ષ માટે કામ પર રાખવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 95,000થી 1,28,000 દર મહિને વેતન ચૂકવવામાં આવશે.


Air India recruitment 2019 માટે લાયકાત

આ જગ્યાઓ માટે 12મું પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. જોકે, 12માં ભૌતિક, રસાયણ વિજ્ઞાન, ગણિત હોવું જરૂરી છે. ઉમેદવાર પાસે તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

ઉંમર: સામાન્ય વર્ગ માટે મહત્તમ વય મર્યાદા 55 વર્ષ છે. જ્યારે અન્ય જ્ઞાતિઓમાં આવતાં લોકો માટે વય મર્યાદા 58 અને SC/ ST માટે વય મર્યાદા 60 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોને વોક-ઇન ઇન્ટરવ્યુ પાસ કરવા પડશે. આ માટે નીચેના સરનામે જવાનું રહેશે.


“Human Resources Department, Air India Jet Engine Overhaul Complex,
Indira Gandhi International Airport, New Delhi – 110 037.”


તારીખ: આ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ 1થી 12 એપ્રિલ 2019 દરમિયાન યોજાશે.

એર ઇન્ડિયા રિક્રૂટમેન્ટ એન્જીનિયરિંગ પદો પર ઇન્ટરવ્યુ માટે ઉમેદવારને ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપસ્થિત રહેવું પડશે. પસંદગીની પ્રક્રિયા અને અન્ય માહિતી ઓફિશિયલ સાઇટ પરથી મેળવી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter