GSTV

3250 કરોડ રૂપિયાની લોન લેવાની તૈયારીમાં છે એર ઇન્ડિયા

Last Updated on September 14, 2017 by

રાષ્ટ્રીય ઉડ્ડયન કંપની એર ઇન્ડિયા શોર્ટ ટર્મ લોન તરીકે 3250 કરોડ રૂપિયાની લોન લેવાની તૈયારીમાં છે. કંપની તરફથી એક નિવેદન જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે પોતાની આકસ્મિક નાણાંકીય જરૂરીયાતોને પૂરી કરવા માટે એર ઇન્ડિયા આ પગલું ભરવાની તૈયારીમાં છે.

રોકાણ પછી ટેક્સ ચૂકવનારના ફંડને ઋણમુક્ત કરવા માટે એર ઇન્ડિયા ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર પાસેથી ગેરંટી મળવાની આશા છે. નુકસાનમાં રહેલી એર ઇન્ડિયાને બહાર કાઢવા માટે મંત્રીઓનું એક જૂથ, એર ઇન્ડિયા અને તેની સહાયક કંપનીઓમાં રોકાણ માટે કામ કરી રહી છે. એર ઇન્ડિયામાં ફંડના નુકસાનના ભરપાઇ માટે શોર્ટ ટર્મ લોન લેવાની તૈયારી કરી રહ્યું છે.

બુધવાર જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં એર ઇન્ડિયાએ કહ્યુ કે, ”અમે 3259 કરોડ રૂપિયા સુધી શોર્ટ ટર્મ લોન માટે સરકારી ગેરન્ટી ઇચ્છીએ છીએ, જેનાથી 25 સપ્ટેમ્બર 2017 સુધી પહેલા ફેઝમાં અમે પોતાની આકસ્મિક વિત્તીય જરૂરિયાતો પૂરી કરી શકીએ.”

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ”એર ઇન્ડિયા તરફથી આ લોન 1 વર્ષ માટે લેવામાં આવશે અને સમગ્ર રકમ 2 અથવા 3 ભાગમાં આપવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ”એર ઇન્ડિયા આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યું છે. આથી લોન લઇને કંપની પોતાની વર્તમાન જરૂરિયાતોને પૂરી કરશે.” દસ્તાવેજના આધારે ભારત સરકાર પાસેથી ટૂંક સમયમાં જ ગેરંટી મળવાની શક્યતા છે.”

દસ્તાવેજો અનુસાર ભારત સરકારથી આ વિશે જલ્દીથી ગરેન્ટી મળી જવાની સંભાવના છે, જે રોકાણની તારીખની 1 વર્ષ સુધી માન્ય રહેશે. બેંકોને તેમની નાણાકીય બિડ્સ 19 સપ્ટેમ્બર સુધીમાં જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.

Related posts

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

અગત્યના સમાચાર / પીએમ કિસાનનો 10મો હપ્તો પહેલા યોજનામાં થયા મોટા ફેરફારસ હવે રજીસ્ટ્રેશન માટે આ ડોક્યૂમેન્ટ ખૂબ જ જરૂરી

Zainul Ansari

GST Collection : ઓક્ટોબરમાં રૂ. 1 લાખ કરોડથી વધુ થઈ શકે છે GSTની આવક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!