GSTV

BIG NEWS: કેરલમાં રન વે પર પાણી ભરાતા એર ઈન્ડિયાની ફ્લાઈટનું ક્રેશ લેન્ડીંગ, પાયલોટ સહિત 3 લોકોના મોત

કેરલના કોઝિકોડમાં શુક્રવારના રોજ મોટી વિમાન દુર્ઘટના થઈ છે. કોઝિકોડના કરિપુર હવાઈ મથક પર ઉતરતી વખતે રન વે પર લપસી જતાં મોટી દુર્ઘટના છે. આ વિમાન કોઝિકોડ આવી રહ્યુ હતું. કહેવાય છે કે, આ વિમાનમાં 191 યાત્રિઓ સવાર હતા.

રન વે પર વિમાન સ્લિપ થવાની ખબર આવી રહી છે. આ ઘટના બાદ ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમો ત્યાં હાજર થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થયુ છે, જ્યારે વિમાનના આગળના ભાગને ભારે નુકસાન થયુ છે.

આ વિમાન દુર્ઘટનામાં હાલ તો પાયલોટ સહિત 3 લોકોના મોતની ખબર આવી રહી છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ફ્લાઈટ IX1344 હતું. આ પ્લેન દુબઈથી સાંજે 4 કલાકેને 45 મીનિટે ઉડ્યુ હતું. જે સાંજે 7 કલાકને 41 મીનિટે લેન્ડીંગ સમયે રન વે પર સ્લિપ થયુ હતું.

જણાવી દઈએ કે, કેરલમાં ભારે વરસાદના કારણે રન વે પર પાણી ભરાયા હતા. જેના કારણે રન વે પરથી વિમાન આગળ નિકળી ગયુ હતું અને દુર્ઘટના ઘટી હતી.

ડીજીસીએ પાસેથી મળેલી વિગતો મુજબ જોઈએ તો, વિમાન રન વે 10 પર લેન્ડીંગ થઈ રહ્યુ હતું. બાદમાં વિમાન સ્લિપ થતાં ખાડામાં જઈ પડ્યુ હતું. ખાડામાં પડતાં આ વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. વિમાન વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી ભારત આવી રહ્યુ હતું આ પ્લેન.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ તહેવારોની સિઝનમાં સૌથી મોટુ રાહત પેકેજ આપવા જઈ રહી છે મોદી સરકાર, આ વસ્તુ પર રહેશે ફોકસ

Pravin Makwana

સારા સમાચાર / બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ, ખરીદવાની આ છે શ્રેષ્ઠ તક

Mansi Patel

વોડાફોનને મળી સૌથી મોટી રાહત/ ભારત સરકાર વિરુદ્ધ જીત્યો 20 હજાર કરોડનો કેસ, ઈન્ટરનેશનલ કોર્ટમાં કરી હતી અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!