GSTV

વિમાન દુર્ઘટના : 15નાં મોત, 4 હજુ વિમાનમાં ફસાયા અને 170 લોકોને સારવાર માટે લઈ જવાયા

કેરલના કોઝિકોડમાં શુક્રવારના રોજ મોટી વિમાન દુર્ઘટના થઈ છે. કોઝિકોડના કરિપુર હવાઈ મથક પર ઉતરતી વખતે રન વે પર લપસી જતાં મોટી દુર્ઘટના છે. આ વિમાન કોઝિકોડ આવી રહ્યુ હતું. કહેવાય છે કે, આ વિમાનમાં 191 યાત્રિઓ સવાર હતા. તો આ વિમાન દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યાં છે. તેમજ 170 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે વિમાનમાં 4 લોકો ફસાયા છે.

રન વે પર વિમાન સ્લિપ થવાની ખબર આવી રહી છે. આ ઘટના બાદ ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમો ત્યાં હાજર થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થયુ છે, જ્યારે વિમાનના આગળના ભાગને ભારે નુકસાન થયુ છે.

આ વિમાન દુર્ઘટનામાં હાલ તો પાયલોટ સહિત 14 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે. તો 170 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ફ્લાઈટ IX1344 હતું. આ પ્લેન દુબઈથી સાંજે 4 કલાકેને 45 મીનિટે ઉડ્યુ હતું. જે સાંજે 7 કલાકને 41 મીનિટે લેન્ડીંગ સમયે રન વે પર સ્લિપ થયુ હતું.

જણાવી દઈએ કે, કેરલમાં ભારે વરસાદના કારણે રન વે પર પાણી ભરાયા હતા. જેના કારણે રન વે પરથી વિમાન આગળ નિકળી ગયુ હતું અને દુર્ઘટના ઘટી હતી ડીજીસીએ પાસેથી મળેલી વિગતો મુજબ જોઈએ તો, વિમાન રન વે 10 પર લેન્ડીંગ થઈ રહ્યુ હતું. બાદમાં વિમાન સ્લિપ થતાં ખાડામાં જઈ પડ્યુ હતું. ખાડામાં પડતાં આ વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. વિમાન વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી ભારત આવી રહ્યુ હતું આ પ્લેન.

Related posts

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

મોટા સમાચાર : બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર, આ તારીખે યોજાશે ચૂંટણી : નીતિશ અને તેજસ્વીનું ભવિષ્ય નક્કી કરશે મતદાન

Ankita Trada

બિહાર વિધાનસભા ચૂંટણી/ 46 લાખ માસ્ક ચૂંટણી પંચને અપાશે, સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!