GSTV

એનડીઆરએફની ટીમ કેરળ રવાના, મદદ માટે આ હેલ્પલાઈન નંબરો થયા જાહેર

વંદે ભારત મિશન અંતર્ગત આ ફ્લાઈટ કોરોનાકાળમાં કેરળ આવી હતી. કેરળમાં પડી રહેલા વરસાદને પગલે રનવે પરથી વિમાનનું ટાયર લપસી પડતાં આ દુર્ઘટના સર્જાઈ છે. ડીજીસીએ અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ એએક્સબી 1344, બોઇંગ 737 દુબઇથી કાલિકટ આવી રહી હતી. વિમાનમાં 189 મુસાફરો હતા. ભારે વરસાદને કારણે રનવે પર ઉતર્યા પછી વિમાન લપસી પડ્યું અને ખીણમાં પડી ગયું. તે જ સમયે વિમાન બે ટુકડા થઈ ગયું. આ વિમાનમાં 189 મુસાફરો અને ક્રૂના 6 સભ્યો હતા. જેમાં 10 બાળકો શામેલ છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના અંગે કેરળના સીએમ પિનરાય વિજયન સાથે ફોન પર વાત કરી છે. મુખ્યમંત્રીએ વડા પ્રધાનને કહ્યું કે કોઝિકોડ અને મલાપ્પુરમ જિલ્લા કલેક્ટર અને આઈજી અશોક યાદવ સહિત અધિકારીઓની એક ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.

પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં પાઇલટનું મોત નીપજ્યું છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ હોવાનું પણ જણાવાયું છે. એનડીઆરએફની એક ટીમ રાહત અને બચાવ કામગીરી માટે કોઝિકોડ જવા રવાના થઈ છે. એનડીઆરએફના 50 જવાનને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. મલાપ્પુરમથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે.

હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા

સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજનએ કહ્યું કે અમારા જવાનો બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. વિમાનમાં સવાર મુસાફરોને બહાર કાઢી રહ્યાં છે. અકસ્માત બાદ હેલ્પલાઇન નંબર્સ (0565463903, 0543090572, 0543090572, 0543090575) પણ જારી કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ

વિમાન દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે અરાજકતાનું વાતાવરણ છે અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. આ વિમાનમાં મુસાફરોને વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી પરત લાવવામાં આવી રહ્યા હતા.

READ ALSO

Related posts

ભારત બંધ – પંજાબ સરકારે કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો, ગુજરાત સરકાર ખેડૂતોની માંગ સાથે નથી

Dilip Patel

આફત ફંડમાંથી રાજ્ય સરકારોને કોરોના માટે સુવિધા ઊભી કરવા 50 ટકા રકમ વાપરવાની કેન્દ્ર સરકારે છૂટ આપી

Dilip Patel

કોસી નામનો કુતરો ફિનલેન્ડના હવાઈ મથક પર કોરોનાના વાયરસને શોધવાનું કામ કરે છે, હવે તે આ કામમાં હોંશિયાર થઈ ગયો છે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!