GSTV

800 રૂપિયાથી પણ ઓછા ભાડામાં કરો હવાઈ મુસાફરી, Air India આપી રહી છે ખાસ ઓફર

સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયાએ તેના ગ્લોબલ નેટવર્ક પર જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે. કંપની 799 રૂપિયાના પ્રારંભિક કિંમતે દેશમાં ફ્લાઇટની ટિકિટ આપી રહી છે. આ ઓફર અંતર્ગત, તમે ફક્ત 4,500 રૂપિયાના પ્રારંભિક દરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શકો છો. એર ઈન્ડિયાના ઇકોનોમી ક્લાસની ટિકિટ પર વિશેષ છૂટ આપી રહી છે. જો કે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાહત દરે ટિકિટ આપવાના ફાયદા સાઉદી અરબ માટે લાગુ નથી.

યોજનાની માન્યતા

એર ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, તમે 15 ફેબ્રુઆરી, 2020 થી 17 ફેબ્રુઆરી, 2020 સુધીના રાતના 11:59 વાગ્યા સુધી રાહત દરે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો. તમે તમારી ફ્લાઇટ ટ્રિપ્સ માટે 18 ફેબ્રુઆરી 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીની રાહત દરે ટિકિટ બુક કરાવી શકો છો.

બેગેજ નિયમ

આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવી હોય તો પણ સામાન સંબંધિત જૂના નિયમો લાગુ થશે. બદલાવ અને રદ કરવાના ચાર્જ પણ નિયમો અનુસાર રહેશે.

આ રીતે ઉઠાવો ઓફરનો લાભ

  • આ ઓફર લાભ મેળવવા માટે, એર ઇન્ડિયાની ફ્લાઇટ સર્ચ કરો.
  • ત્યારબાદ, તમારી મુસાફરીની વિગતો જેવી કે ગંતવ્ય શહેર ભરો.
  • આ ઓફર 18 ફેબ્રુઆરી, 2020 થી 30 સપ્ટેમ્બર, 2020 સુધીની મુસાફરી માટે માન્ય છે.
  • આ ઓફર મર્યાદિત સમય માટે છે અને તે બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
  • તમે એર ઇન્ડિયાની વેબસાઇટ અને અન્ય ટ્રાવેલ વેબસાઇટ્સ દ્વારા ડિસ્કાઉન્ટ દરે ટિકિટ બુક કરાવી શકો છો.

વેલેન્ટાઇન ડે પહેલા, ઘણી ખાનગી એરલાઇન્સ કંપનીઓ આકર્ષક દરે ટિકિટ બુકિંગની ઓફર રજૂ કરી હતી. ત્યારબાદ, એર ઇન્ડિયાએ આ વિશેષ બોનન્ઝા ઓફર રજૂ કરી છે.

READ ALSO

Related posts

લૉકડાઉન: શહેરી કરતા ગ્રામિણ વિસ્તારોમાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો, એક મહિનામાં 100 ટકાનો ઉછાળો

Pravin Makwana

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Arohi

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!