GSTV
Home » News » AIR INDIAએ દેવું ઘટાડવા લીધો આ નિર્ણય, ઉડ્ડયન મંત્રીએ સંસદમાં આ નિર્ણયની જાણ કરી

AIR INDIAએ દેવું ઘટાડવા લીધો આ નિર્ણય, ઉડ્ડયન મંત્રીએ સંસદમાં આ નિર્ણયની જાણ કરી

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીંપ સિંહ પુરીએ ગુરૂવારે સંસદમાં જણાવ્યું હતું કે, સ્પેશ્યિલ પર્પસ વ્હીકલ એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગમાં ટ્રાન્સફર કરાયેલા દેવાને નિવૃત કરવા માટે એર ઈન્ડિયા મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ૩૦ યુટિલાઈઝ્ડ ટ્રેક્ટસની જમીનને વેચવાની યોજના ધરાવે છે.

આ જમીનના પાર્સલમાં મુંબઈ અને દિલ્હીનો અનુક્રમે ૧.૭ લાખ ચોરસ મીટર અને ૧૪,૩૨૬ ચોરસ મીટરના પ્લોટનો સમાવેશ થાય છે. અન્ય શહેરો જ્યાં રાષ્ટ્રીય કેરિયરમાં બિનઉપયોગી જમીન છે, તેમાં બેંગલુરુ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદનો સમાવેશ થાય છે.

એરલાઈન્સના વ્યાજના બોજને ઘટાડવા માટે તેમજ ડિસઈન્વેસ્ટમેન્ટ પહેલાં તેની બેલેન્સશીટમાં સુધારો કરવા માટે સરકારે AIAHLમાં જમીન સહિતની બિન-મૂળ સંપત્તિ સાથે રૂ.૨૯,૪૬૪ કરોડના એર ઈન્ડિયાના દેવાને સ્થાનાંતરિત કર્યાં હતા. ૩૧ માર્ચ ૨૦૧૯ના અંત સુધીમાં કેરિયરનું કુલ દેવું રૂ.૫૮,૩૫૧ કરોડનું હતું.

પુરીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાએ ભારત અને વિદેશના વિવિધ શહેરોમાં તેની નોન-કોર એસેટ્સના વેચાણ દ્વારા રૂ.૫૩૫ કરોડની કમાણી કરી છે. આ ઉપરાંત તેને લોકસભામાં જણાવ્યું હતું કે, તેને તેની સંપત્તિમાંથી રૂ.૩૧૪ કરોડની ભાડાની આવક પણ પ્રાપ્ત કરી છે.

READ ALSO

Related posts

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!