GSTV

એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચશે સરકાર : બોલીમાં ભાગ લેવા ૧૭ માર્ચ સુધી અરજી કરી શકાશે

સરકારે આજે દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ અંગે આજે જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ૧૭ માર્ચ સુધીમાં બોલી લગાવી શકાશે.

આજે જારી કરાયેલા બિડ ડોક્યુમેન્ટ અનુસાર એર ઇન્ડિયા ઉપરાંત લો કોસ્ટ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સો અને સંયુક્ત સાહસ એઆઇએસએટીએસમાં પણ ૫૦ ટકા હિસ્સો વેચવામાં આવશે.

આજે જારી કરાયેલી જાહેરાત અનુસાર એરલાઇન્સનું સંપૂર્ણ સંચાલન પણ સફળ બિડરને સુપ્રત કરી દેવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં સરકારે બીજી વખત એર ઇન્ડિયા વેચવાનો પ્રયાસ કર્યો છે. બોલીમાં ભાગ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ માર્ચ નક્કી કરવામાં આવી છે.

એઆઇએસએટીએસ એર ઇન્ડિયા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પૂરી પાડે છે. એર ઇન્ડિયા એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ, એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, એરલાઇન એલાઇડ સર્વિસીસ અને હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ હિતો ધરાવે છે. આ ચારેય કંપનીઓને મર્જ કરી એક નવી કંપની એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ(એઆઇએએચએલ) બનાવવામાં આવશે.

અગાઉ સરકારે ૨૦૧૮માં એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી પણ જો કે તે સમયે કોઇ પણ કંપની તેને ખરીદવા તૈયાર થઇ ન હતી. જેના પગલે આ વખતે સરકારે એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી છે.

 ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં એર ઇન્ડિયાની ચોખ્ખી ખોટ ૮૫૫૬ કરોડ રૃપિયા હતી. હાલમાં સરકારી એરલાઇન્સ પર કુલ ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું છે. 

એર ઇન્ડિયાની તમામ ફલાઇટ બંધ કરવાની અફવાઓને ફગાવી દેતા નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ ૩૧ ડિસેમ્બરે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાને દરરોજ ૨૦થી ૨૬ કરોડ રૃપિયાનું નુકસાન થઇ રહ્યું હોવા છતાં જ્યાં સુધી તેની ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુાૃધી ફલાઇટ બંધ કરવામાં આવશે નહીં.

Read Also

Related posts

69મી Mann Ki Baat LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ

pratik shah

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60 લાખની નજીક, 94 હજાર કરતા વધારે દર્દીઓના નીપજી ચુક્યાં છે મોત

Mansi Patel

BIG NEWS/ રાજસ્થાનના ડુંગરપુરમાં પ્રદર્શન દરમ્યાન થઈ હિંસા, ફાયરીંગમાં એકનું મોત પાંચથી વધુ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!