GSTV

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

કેરલના કોઝિકોડ જિલ્લાના કરીપુર હવાઈ મથક પર એર ઈન્ડિયાનું એક વિમાન જે દુબઈથી વંદે ભારત મિશન અંતર્ગત પેસેન્જરને લઈ આવી રહ્યુ હતું. આ સમય દરમિયાન એરપોર્ટ પર લેન્ડીંગ કરતી વખતે સ્લિપ થતાં 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યુ હતું.આ દુર્ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં 14 લોકો મોત થયા છે. જ્યારે 123 લોકો ઘાયલ થયા છે તથા 15 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ફ્લાઈટ IX1344 હતું. આ પ્લેન દુબઈથી સાંજે 4 કલાકેને 45 મીનિટે ઉડ્યુ હતું. જે સાંજે 7 કલાકને 41 મીનિટે લેન્ડીંગ સમયે રન વે પર સ્લિપ થયુ હતું.

જો કે, પ્લેનમાં આગ લાગી હોત તો આ દુર્ઘટના વધુ ગંભીર સાબિત થઈ શકતી, પણ ભગવાનનો આભાર માનીએ કે, આવુ થયુ નહોતું. જો આગ લાગી હોત કેટલાય લોકોના જીવ ગયા હોત. દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 191 લોકો સવાર હતા. વિમાનમાં 10 નવજાત પણ હતા.

આવી જ એક દુર્ઘટના મે 2010માં એર ઈન્ડિયાના એક વિમાન મૈંગલોર એરપોર્ટ પર લેન્ડીંગ સમયે પથ્થર સાથે ટકરાતા થઈ હતી. આ દુર્ઘટનાના કારણે 160 લોકોના મોત થયા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!