અન્ય એક કેસમાં કાર્યવાહી કરતા એર ઈન્ડિયાને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ ગયા વર્ષે 6 ડિસેમ્બરે પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટ દરમિયાન મુસાફરો દ્વારા દુર્વ્યવહારની ઘટનાની જાણ ન કરવા બદલ એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ડિસેમ્બર-2022માં એર ઈન્ડિયાની પેરિસ-દિલ્હી ફ્લાઈટમાં સવાર એક મુસાફર નશાની હાલતમાં ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો.

તે જ ફ્લાઇટમાં, અન્ય એક મુસાફરે કથિત રીતે તેની બાજુની ખાલી સીટ પર મૂકેલા બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો. તે સમયે બાજુની સીટ પર બેઠેલી મહિલા મુસાફર ટોયલેટમાં ગઈ હતી. આ મામલે અગાઉ ડીજીસીએએ એર ઈન્ડિયાના જવાબદાર મેનેજરને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. નોટિસમાં, ડીજીસીએએ પૂછ્યું હતું કે 6 ડિસેમ્બર 2022 ના રોજ પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં મુસાફરો સાથેના ગેરવર્તણૂકને લગતી નિયમનકારી જવાબદારીઓને અવગણવા બદલ તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.
થોડા દિવસ પહેલા જ દંડ ફટકારવામાં આવ્યો છે
થોડા દિવસો પહેલા, ડીજીસીએએ ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ દરમિયાન એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કરવાની ઘટનાના સંદર્ભમાં એર ઈન્ડિયા એરલાઈન પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ડીજીસીએ એ તે વિમાનના પાઈલટ-ઈન-કમાન્ડનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે.

આ સાથે, તેમણે કહ્યું કે 26 નવેમ્બર, 2022 ના રોજ બનેલી આ ઘટનાના સંદર્ભમાં તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ એર ઈન્ડિયાના ફ્લાઇટ સર્વિસના ડિરેક્ટર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ ઘટના ગયા વર્ષે 26 નવેમ્બરે બની હતી. એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ દરમિયાન શંકર મિશ્રા નામના મુસાફરે કથિત રીતે એક મહિલા સહપ્રવાસી પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાએ મિશ્રાને એરલાઈનમાં મુસાફરી કરવા પર ચાર મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. તેમજ આરોપી મિશ્રા પોલીસ કસ્ટડીમાં છે.
Also Read
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ