GSTV

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, સામે આવ્યું કોરોના કનેક્શન

કેરળમાં કોઝિકોડ એરપોર્ટ પર થયેલ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. શુક્રવારે સાંજે થયેલ આ દુર્ઘટનામાં 2 પાયલટ સહીત 18 લોકોની મોત થઇ હતી. જોકે હવે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો માંથી એક મુસાફર કોરોના સંક્રમિત હતો.

વંદે ભારત મિશન હેઠળ દુબઈથી કોઝિકોડ આવી રહેલું વિમાન રનવે પર લપસી ગયું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, કોરોના ટેસ્ટમાં એક મુસાફરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

સીએમ અને રાજ્યપાલે કરી ઘટનાસ્થળની મુલાકાત

વિમાન દુર્ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. પરિસ્થિતિની જાણકારી લેવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી, વિદેશ રાજ્યમંત્રી વી, મુરલીધરન ઉપરાંત કેરળના મુખ્યમંત્રી પી. વિજયન અને રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ઘટના સ્થળે પહોંચ્યા હતા.

લેન્ડિંગ સમયે થઇ હતી વિમાન દુર્ઘટના

દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 17 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

ઘટના ઘટી ત્યારે વિમાનમાં જે મુસાફરો સવાર હતા જેમાં 128 પુરૂષો, 46 મહિલાઓ અને 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. કોઝિકોડનું આ એરપોર્ટ ભૌગોલિક રીતે ટેબલ ટોપ માનવામાં આવે છે જ્યાં વિમાનને ઉતારવા માટેનો જે રનવે હોય તેની આસપાસ ખાડી હોય છે.

આ પ્રકારના એરપોર્ટના રવને પર વિમાન ઉતારવા જોખમી પણ માનવામાં આવે છે. એવામાં કેરળમાં શુક્રવારે ભારે વરસાદ પડયો હતો અને રનવે પર પણ પાણી હતા. વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી. જેને પગલે વિમાનને ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે પાયલટના કન્ટ્રોલમાં નહોતુ રહ્યું અને દુર્ઘટના ઘટી હતી.

MUST READ:

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!