GSTV
Home » News » એર-ઈન્ડિયાના CMD રાજીવ બંસલનો કાર્યકાળ ત્રણ મહિના લંબાયો

એર-ઈન્ડિયાના CMD રાજીવ બંસલનો કાર્યકાળ ત્રણ મહિના લંબાયો

મહારાજાના નામે પ્રસિદ્ધ દેશની અગ્રણી એરલાઈન્સ Air-Indiaએ રાજીવ બંસલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર(CMD) તરીકેના કાર્યકાળનું વિસ્તરણ કર્યું છે.કંપનીના અધિકારી મુજબ,‘બંસલના CMD તરીકેના કાર્યકાળને વધુ ત્રણ મહિના લંબાવવામાં આવ્યો છે.’

જોકે બંસલના કાર્યકાળને એવા સમયે આગળ વધારવામાં આવ્યુ છે,જ્યારે દેશની સરકાર એરલાઇનની વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે પદ્ધતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટેની પ્રક્રિયા કરી રહી છે. ગુરૂવારે આ સંદર્ભમાં એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.

આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન બંસલ Air-Indiaના ખર્ચમાં ઘટાડો અને ફ્લાઇટ્સના સારા પ્રદર્શન માટે કામ કરશે જેથી ફ્લાઇટ્સના સમય સારણીને જાળવી શકાય. બંસલએ કહ્યું કે,‘અમે ગ્રાહકોના સંતોષ અને હિતને પ્રાથમિકતા આપીએ છીએ અને તે માટે ફ્લાઇટ્સના સમય સારણીનો યોગ્ય રીતે અનુપાલન કરવા ઉચિત પગલા લેવામાં આવી રહ્યાં છે.વિકટ સમયમાં પણ ગ્રાહકોને સારી સેવા આપવા માટે અમારા વતી સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

ઉલ્લેખનીય છે કે હરિયાણાના બંસલ,Air-Indiaના સીએમડી સાથે પેટ્રોલિયમ મંત્રાલયમાં એડિશન સેક્રેટરી અને નાણાંકીય સલાહકાર પણ છે,આ ઉપરાંત તેઓ નાગાલેન્ડ કેડરના 1988-બેચ આઈએએસ અધિકારી પણ છે.

Air-India ઉપર રૂ.50,000 કરોડનું દેવું છે પરંતુ તેમ છતાં નાણાકીય વર્ષ 2015-16માં Air-India દાયકામાં પહેલીવાર ઓપરેશનલ પ્રોફિટ બુક કરવામાં સફળ રહી હતી.

Related posts

માર્કેટ ખુલતાની સાથે જ શેર બજાર તેજીમાં, સેનસેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો

Bansari

ટ્રાફિકના કડક નિયમો અને ડુંગળીના મોંઘા ભાવ બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમત આસમાને

Bansari

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!