GSTV
Home » News » પાઇલટ અને ક્રૂ મેમ્બર પ્લેનમાં નહીં લઈ જશે ઘરનું ટિફિન, એર ઇન્ડિયાએ મૂક્યો પ્રતિબંધ

પાઇલટ અને ક્રૂ મેમ્બર પ્લેનમાં નહીં લઈ જશે ઘરનું ટિફિન, એર ઇન્ડિયાએ મૂક્યો પ્રતિબંધ

એર ઇન્ડિયાના એક વિમાનમાં બેન્ગલુરૂ એરપોર્ટ પર સોમવારે પાઇલટ અને ક્રૂ સ્ટાફ વચ્ચે જમવા અને જમ્યા બાદ ટિફિન ધોવા બાબતે જબરજસ્ત ઝગડો થઈ ગયો હતો. આ બાબતે તપાસ બાદ સરકારી વિમાન કંપનીના પ્રશાસને નક્કી કર્યું છે કે, પાઇલટ અને કેબિન ક્રૂ મેમ્બર હવે તેમના ઘરેથી ખાવાનું નહીં લઈ જઈ શકે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રતિબંધને કાયદાકિય રીતે નક્કી કરવાની તૈયારી પણ કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, એર ઇન્ડિયાનું વિમાન એઆઈ772ને સોમવારે સવારે 11.40 વાગે બેંગલુરૂથી કોલકાતા માટે ઉડાન ભરવાની હતી. આ જ દરમિયાન વિમાનના કેપ્ટને જમ્યા બાદ એક કેબિન ક્રૂને તેમનું ટિફિન સાફ કરવાનો આદેશ કર્યો.

કેબિન ક્રૂએ ના પાડી દેતાં બંને વચ્ચે વિવાદ શરૂ થયો અને વિવાદ ઝગડામાં પરિણમ્યો. ક્રૂ સ્ટાફના અન્ય સભ્યોએ આ અંગે એર ઇન્ડિયાના અધિકારીઓને સૂચના આપી. ત્યારબાદ અંદર-અંદર ઝગડી રહેલ પાઇલટ અને ક્રૂમેમ્બરને વિમાનમાંથી ઉતારી મૂક્યા અને નવો સ્ટાફ આવ્યો ત્યારબાદ લગભગ 2 કલાક મોડું વિમાન કોલકાતા માટે ઉડ્યું.

રાષ્ટ્રીય એરલાઇન્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોમવારની આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. અમે બહુ જલઈ પાઇલટોને તેમના ઘરેથી વિમાનમાં ખાવાનું નહીં લાવવા માટે કહીશું.

તેમણે જણાવ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્યૂટી પર ભોજન લઈને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે, આ કેપ્ટન અને ક્રૂ મેમ્બરનો રિપોર્ટ દિલ્હી મુખ્ય ઓફિસમાં પણ કરવામાં આવ્યો છે. તેઓ ગુરૂવારે ત્યાં હાજર થઈ શકે છે.

3 મહિના પહેલાં બહારથી ખાવાનું લઈ જવા પર મૂક્યો હતો પ્રતિબંધ
એર ઇન્ડિયાએ આ પહેલાં 27 માર્ચે પણ પાઇલટો માટે ખાવા બાબતે એક આદેશ બહાર પાડ્યો હતો. જેમાં ઉડાન દરમિયાન તેઓ બહારથી કોઇપણ જાતનું ખાવાનું ઓર્ડર ન કરી શકે.

પાઇલટોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ કંપની દ્વારા નક્કી કરેલ મેન્યૂ અનુસાર જ જમે. આ આદેશ પાઇલટો બર્ગર, સૂપ, તળેલી માછલી અને પિઝા જેવી વાનગીઓ ઓર્ડર કરે છે એવા સમાચાર મળતાં આપવામાં આવ્યો હતો.

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર PAK કમાંડો ઠાર, ભારતે આ રીતે લીધો બદલો

Bansari

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Arohi

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!