GSTV
Home » News » એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

સરકારી એરલાઈન કંપની એરઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ રૂટ ઉપર નવી ઉડાનો શરૂ કરશે. તેની જાહેરાત ખુદ એરઈન્ડિયાએ કરી હતી. એર ઈન્ડિયાનાં નિવેદન મુજબ, ગરમીની રજાઓમાં સીટોની માંગમાં વધારાને પુરી કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર નવી ઉડાનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, સ્પાઈસ જેટે પણ બુધવારે મુંબઈને મેટ્રો અને નોન મેટ્રો રૂટો સાથે જોડતી નવી 20 સ્થાનિક ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી છે. એરઈન્ડિયા મુંબઈ-દુબઈ-મુંબઈ અને દિલ્હી-દુબઈ-દિલ્હી માટે પહેલી જૂનથી સપ્તાહમાં 3500 વધુ સીટો ઉપલબ્ધ કરાવશે.

એર ઈન્ડિયાએ નિવેદનમાં કહ્યુ છેકે, એરલાઈન્સ દિલ્હી અને મુંબઈથી દુબઈની યાત્રા માટે ઈકોનોમી ક્લાસમાં 7,777 રૂપિયાનું ભાડુ ઓફર કરશે. જે હેઠળ 31 જુલાઈ 2019 સુધી મુસાફરી કરી શકાશે. સ્થાનિક ઉડાનોમાં એર ઈન્ડિયા 5 જૂનથી ભોપાલ-પૂણે-ભોપાલ અને વારાણસી-ચેન્નાઈ-વારાણસી માર્ગ ઉપર નવી ઉડાનો શરૂ કરશે. એરઈન્ડિયા દિલ્હી, વડોદરા, મુંબઈ, વિશાખાપટ્ટનમ અને મુંબઈ માર્ગ ઉપર પણ સપ્તાહિક ઉડાનોમાં વધારો કરશે.

read also

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!