GSTV

અધધધ દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાએ અમદાવાદની કેટલીક ડેઈલી ફલાઈટો કરી બંધ

58,351 કરોડના અધધ દેવામાં ડૂબેલી નેશનલ કેરિયર એર ઇન્ડિયાને પેસેન્જર ન મળતા હોય તેવા સેક્ટર ધીમેધીમે બંધ કરી રહી છે જેમાં અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની ચેન્નાઇની ડેઇલી ફલાઇટના ‘શટર’ પાડી દેવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે આ ફલાઇટે અમદાવાદ એરપોર્ટ પરથી ગત નવમી નવેમ્બરના રોજ બપોરે 3:00 કલાકે છેલ્લી ઉડાન ભરી હતી.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ-2 પરથી એર ઇન્ડિયાની (AI 594) ચેન્નાઇની ફલાઇટનો નિર્ધારીત સમય બપોરે 1:30 વાગે રવાના થઇ 4:05 કલાકે પહોંચતી હતી. એર ઇન્ડિયાએ આ ફલાઇટ ગત જૂન મહિનાની આસપાસ શરૂ કરી હતી. પરંતુ તેની સામે આ સેક્ટરમાં ગો, ઇન્ડિગો, અને સ્પાઇસજેટ જેવી લો કોસ્ટ એરલાઇન સાત ફલાઇટો ડેઇલી ઓપરેટ કરે છે જે પેસેન્જરને વન-વે 2900 થી 4000માં ટિકિટ આપે છે.

આમ આ સેક્ટરમાં ગળાકાપ સ્પર્ધા ચાલતા એર ઇન્ડિયા કરતા અન્ય એરલાઇન કંપનીઓ ઓછા ઉંચા ફેરમાં ટિકિટો આપતી હતી. જેથી એર ઇન્ડિયાને જોઇએ તે પ્રમાણમાં પેસેન્જર લોડ ફેક્ટર મળતો ન હતો. ઘણી વખત ફલાઇટમાં પેસેન્જરો પણ એકદમ ઓછા હોવા છતાં પણ ઓપરેટ કરવી પડતી હતી આમ ઓપરેટીંગ કોસ્ટ પણ આ સેક્ટરમાં પોષાય તેમ ન હોવાથી કોઇ જાહેરાત કર્યા વિના રાતોરાત આ ફલાઇટ સિસ્ટમ પરથી હટાવી દીધી.

એર ઇન્ડિયાએ તેમના લાગતાવળગતા એજન્ટોને મેલ કરી જાણ કરી દીધી છે જેથી જેમને એડવાન્સ બુકીંગ કરાવ્યુ છે તેમને પુરેપુરૂ રિફંડ કે તેમને સવારની અન્ય ફલાઇટમાં ટિકિટ ટ્રાન્સફર કરી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે અમદાવાદથી એર ઇન્ડિયાની ચેન્નાઇની એક જ ફલાઇટ છે જે સપ્તાહમાં બે વખત સવારે ઓપરેટ કરે છે. બીજુ કે લેટ લતીફ એર ઇન્ડિયાનું આ સેક્ટરનું ઓન ટાઇમ પર્ફોમન્સ (OTP) સારૂ ન હોવાથી ફલાઇટ 45 મિનિટથી એક કલાક સુધી મોડી પડતી હતી. જેના કારણે મુસાફરોને પણ ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડતો હતો. એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યુ કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી એર ઇન્ડિયા ખાનગી એરલાઇન કંપનીઓ સામે ટક્કર આપી શકે તેમ ન હતી તેમજ એરક્રાફ્ટની અછત હોવાથી પેસેન્જર ન મળતા ચેન્નાઇનું આ સેક્ટર છ મહિનામાં બંધ કરવાની ફરજ પડી છે.

Read Also

Related posts

1 એપ્રિલ એટલે આજથી લાગુ થયા આ નવા નિયમો, જાણો તમારા ખિસ્સાને કેટલો થશે ફાયદો

Ankita Trada

આજથી દેશમાં આ નવા નિયમો બનશે અમલી, જાણો તમારા ખિસ્સા પર કરશે કેટલી મોટી અસર

Ankita Trada

Corona ઇફેક્ટ: અછતના નામે કાળા બજારી શરૂ, દુકાનોમાં સિંગતેલના સહિતના ખાદ્યતેલના ડબ્બા ખૂટી પડ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!