GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ભારતને મળ્યું પહેલું રાફેલ લડાકું ફાઈટર જેટ, ચીફ એરમાર્શલે એક કલાક સુધી ઉડાવ્યું પ્લેન

ફ્રાન્સ દ્વારા પ્રથમ રફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. નાયબ વાયુસેનાના ચીફ એર માર્શલ વીઆર ચૌધરી લગભગ એક કલાક સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે ફ્રાન્સે રફેલ વિમાન ભારતને સોંપ્યું હતું.

ગુરુવારે ફ્રાન્સે રફેલ વિમાન ભારતને સોંપ્યું હતું

રાફેલ વિમાનનો ટેલ નંબર RB-01

આ રાફેલ વિમાનનો ટેલ નંબર RB-01 છે. જેમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ એર માર્શલ રાકેશ કુમારસિંહ ભદૌરિયાનું નામ દર્શાવી રહ્યું છે.

ફ્રાન્સ દ્વારા પ્રથમ રફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું

ભદૌરિયા રાફેલ ફાઇટર જેટ ઉડાવી ચૂક્યા છે

ભદૌરિયા રાફેલ ફાઇટર જેટ ઉડાવી ચૂક્યા છે. તે રફાલ લડાકુ વિમાન ઉડાડનારા ભારતીય વાયુસેનાના પ્રથમ પાઇલટ છે. ગુરુવારે ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆનું સ્થાન લેશે. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે.

એર માર્શલ ભાદોરિયા 26 પ્રકારના લડાકુ અને પરિવહન વિમાન ઉડાનમાં નિપુણ છે. તેની પાસે 4250 કલાક ફાઇટર એરક્રાફ્ટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડવાનો અનુભવ છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM), એર સર્વિસ મેડલ (AVSM) અને એડીસી પણ એનાયત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

Corona સામેની જંગમાં મુંબઈ પોલીસની પડખે આવ્યા બોલીવુડ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ

Arohi

‘મન કી બાત’માં આજે PM મોદીએ જે રાજુનો ઉલ્લેખ કર્યો કોણ છે તે? ભીખ માંગીને પૈસાનું કરે છે આ

Arohi

એરઈન્ડિયા અને સ્પાઈસજેટનાં વિમાનોથી કરશે તીડના ટોળા પર જંતુનાશક દવાનો છંટકાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!