GSTV
Home » News » બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનારા આ પાંચ વીર કમાન્ડરને અપાશે મેડલ, જાણો ભારતના એ વીર જવાનોને

બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનારા આ પાંચ વીર કમાન્ડરને અપાશે મેડલ, જાણો ભારતના એ વીર જવાનોને

પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને  જૈશના આતંકવાદીઓનો સફાયો કરનાર એર સ્ટ્રાઈકના પાંચ પાયલોટને મેડલની જાહેરાત કરવામાં  આવી છે. સ્વતંત્રતા દિવસે વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કવાર્ડન લીડર્સ રાહુલ બસોયા, પંકજ ભુજ઼ડે, બીકેએન રેડ્ડી, શશાંકસિંહને વાયુસેના પદકથી સન્માનિત કરવામાં આવશે.

આ તમામ પાયલોટ મિરાજ-2000 વિમાનના છે. આ તમામ પાયલોટે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો.  જેમા અનેક આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.

અભિનંદનને વીરચક્ર

વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્રથી સન્માનીત કરવામાં આવશે.. વીરચક્ર સેનાનું સૌથી મોટુ ત્રીજુ સન્માન છે. અભિનંદનને આવતી કાલે વીરચક્રથી સન્માનીત કરાશે. આ ઉપરાંત એર સ્ટ્રાઈક કરનારા પાંચ પાયલોટને મેડલ આપી સન્માનીત કરવામાં આવશે. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલા હુમલા બાદ પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. જેના વળતા જવાબમાં અભિનંદને પાકિસ્તાની વાયુસેનાના એફ-16 વિમાનને ભગાડ્યા હતા.

જે દરમ્યાન તેમણે પાકિસ્તાનના યુદ્ધ વિમાનને તોડી પાડ્યુ હતુ. અને અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થયુ હતુ. જે બાદ ભારતના દબાણથી પાકિસ્તાનને ભારત સામે ઝુકવુ પડ્યુ હતુ. અને અભિનંદનને પાકિસ્તાને ભારતને સોંપવાની નોબત પણ  આવી હતી. અભિનંદનની બહાદુરીને ધ્યાનમાં રાખીને સરકારે તેને વીરચક્રથી સન્માનીત કરવાની જાહેરાત કરી છે.

૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેથી ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં જૈશના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.  ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને  પોતાનો એરસ્પેસ બંધ કર્યો હતો.

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!