GSTV
Home » News » એર સ્ટ્રાઇક માટે બાલાકોટને જ શા માટે પસંદ કરાયું? પુલવામા હુમલા સાથે છે ખાસ કનેક્શન

એર સ્ટ્રાઇક માટે બાલાકોટને જ શા માટે પસંદ કરાયું? પુલવામા હુમલા સાથે છે ખાસ કનેક્શન

ભારતે સીમાપાર પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં તંકી હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરી પુલવામા હુમલાનો બદલો લઇ લીધો છે. ભારતીય વાયુ સેનાની કાર્યવાહીમાં આતંકવાદી, ટ્રેનર, શીર્ષ કમાન્ડર અને જેહાદી ઠાર કરાયા છે., તેવામાં ભારતીય વાયુ સેનાના પ્રમુખ બીએસ ધનોઆ પહેલાં જ એર સ્ટ્રાઇક વિશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને જાણકારી આપી ચુક્યાં હતા.

સૂત્રોએ જણાવ્યા અનુસાર પુલવામામાં સીઆરપીએફ કાફલા પર હુમલા બાદ 15 ફેબ્રુઆરીએ જ વાયુસેના પ્રમુખ ધનોઆએ NSAને આતંકી સંગઠનોના શિબિરો પર સ્ટ્રાઇકની યોજના વિશે જાણ કરી હતી. સૂત્રોએ હુમલા માટે બાલાકોટને પસંદ કરવાનું કારણ પણ જણાવ્યું.

કહેવામાં આવી રહ્યું છે કે પુલવામામાં ભારતીય સુરક્ષા બળો પર હુમલો કરવાનું ષડયંત્ર પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓએ તૈયાર કર્યુ હતું. બાલાકોટમાં એર સ્ટ્રાઇકનું એક બીજું કારણ તે પણ છે કારણ કે પાકિસ્તાનની સેના નિયમિત રીતે આ વિસ્તારમાં આતંકીઓને તાલીમ આપે છે જેથી ભારત સામે હુમલો કરી શકાય.

સૂત્રોએ જણાવ્યું કે બોર્ડર એક્શન ટીમ (BAT) અને પાકિસ્તાનની સેના આતંકીઓને Loc પાર કરવા માટે બાલાકોટમાં જ તાલીમ આપતી હતી. જો કે સુરક્ષા એજન્સીઓ આ વાતનો અંદાજ લગાવવામાં લાગી છે કે ભારતીય વાયુ સેનાના હુમલા બાદ કેટલું નુકસાન થયું છે. જો કે સીમા પર હજુ સુધી પાકિસ્તાન આર્મી તરફથી કોઇ સ્પેશિયલ પ્રવૃત્તિ જોવ નથી મળી.

જણાવી દઇએ કે ભારતે મંગળવાર 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘુસીને વધુ એક Surgical Strikeને અંજામ આપ્યો છે. Pulwama Terror Attack બાદ દેશભરમાં પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ થઈ રહી હતી અને વાયુસેનાએ તે કરી બતાવ્યું જેની પાકિસ્તાનને કલ્પના પણ નહીં હોય.

 પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાના પાકના કબ્જાવાળા કાશ્મીરમાં આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે અડધી રાત્રે વાયુસેના એ મિરાજ વિમાનોએ PoKના બાલાકોટ અને ચાકોટી, અને મુઝફ્ફરાબાદમાં જબરજસ્ત બોમ્બવરસાવી આતંકીઓના કેમ્પને બર્બાદ કરી દીધા છે. આ હુમલામાં કેટલાં આતંકી ઠાર કરાયા છે તેની માહિતી આવી નથી. એવો અંદાજ છે કે ભારતની આ કાર્યવાહીમાં 200થી 300 જેટલા આતંકીને ઠાર માર્યા છે.

Read Also

Related posts

સૌરવ ગાંગુલી બની શકે છે BCCIના નાવ અધ્યક્ષ, પણ… અન્ય આ એક નામ પણ છે રેસમાં

Arohi

PM મોદીનો વિપક્ષને પડકાર, ‘હિંમત હોય તો લખી બતાવે… કલમ 370 ફરી લાગુ કરાશે’

Arohi

અયોધ્યા વિવાદને લઈને આજથી સુપ્રીમમાં અંતિમ તબક્કાની સુનાવણી, જિલ્લામાં કલમ 144 લાગુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!