GSTV
Home » News » જમ્મૂ-કાશ્મીરમાં જમીન અને વાયુસેનાને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ, પાકિસ્તાન રચી રહ્યુ છે મોટું કાવતરું

જમ્મૂ-કાશ્મીરમાં જમીન અને વાયુસેનાને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ, પાકિસ્તાન રચી રહ્યુ છે મોટું કાવતરું

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેના, વાયુ સેના અને સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્દેશ પાકિસ્તાન તરફથી કરાતી સંભવિત હરકતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. ખાનગી એજન્સીઓ પાસેથી ઈનપુટ મળી રહ્યા છેકે, કાશ્મીર ઘાટીમાં ગડબડ પેદા કરવા માટે પાકિસ્તાન એવી નાપાક હરકતો કરી શકે છે. તેનાથી નિપટવા માટે સેનાના દરેક અંગોને ઉચ્ચ સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યુ છે.

જમ્મૂ-કાશ્મીરને લઈને ભારત સરકારના નિર્ણયથી અકળાયેલું પાકિસ્તાન પોતાના નાપાક મનસૂબાઓને અંજામ આપવાના ફિરાકમાં છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ ઘાટીમાં હુમલાને અંજામ આપવાના પ્રયાસો કરી શકે છે. ઘાટીમાં તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતીથી પાકિસ્તાનની બેચેની વધી રહી છે. અને તેઓ આતંકીઓને સીમા પાર કરાવવા માટે ફાયરિંગ કરી રહ્યા છે. જોકે, તેમનો દાવ ઉંધો પડી રહ્યો છે, કારણકે સીમા પર તૈનાત ભારતીય જવાનો ઘણા ઘુસણખોરો અને પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

PoK ભારતનું અભિન્ન અંગ છે,પાકિસ્તાની સેનાએ પીઓકે ખાલી કરી દેવું જોઇએ: આ નેતાનું બયાન

Riyaz Parmar

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!