GSTV
Home » News » વાયુસેના ડીસા અેરપોર્ટને અેરબેસ બનાવશે : કેન્દ્ર સરકારે અાપી મંજૂરી

વાયુસેના ડીસા અેરપોર્ટને અેરબેસ બનાવશે : કેન્દ્ર સરકારે અાપી મંજૂરી

ભારતીય વાયુસેનાની લાંબા સમયથી વિલંબિત એક યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ભારતીય વાયુસેના પાકિસ્તાનની સાથે લાગેલી સરહદ પર ઉત્તર-પૂર્વમાં આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પોતાને એરબેસ બનાવે તેવી શક્યતા છે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ બુધવારે આના સંદર્ભે મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ નામ ઉજાગર નહીં કરવાની શરતે મીડિયા અહેવાલમાં જણાવ્યુ છે કે સીસીએસએ શરૂઆતમાં રન-વેનો વિસ્તાર, યુદ્ધવિમાનો માટે હેન્ગર અને વહીવટીય સુવિધાઓ માટે એક હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે.

અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ડીસા એરપોર્ટના નાના રનવેને હજાર મીટરમાં બદલવાનો પ્રસ્તાવ ઘણાં સમય પહેલા આપવામાં આવ્યો હતો. પરંતુ આ ફાઈલ અટવાઈ ગઈ હતી. આ એરપોર્ટ માત્ર હેલિકોપ્ટર લેન્ડિંગ અને વીવીઆઈપીના આવાગમનના ઉપયોગમાં જ લેવામાં આવતું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ એરબેસ માટે ચાર હજાર એકર જમીનનું સંપાદન લગભગ બે દશકા પહેલા જ કરી લેવામાં આવ્યું હતું. તેમ છતાં આ યોજના અત્યાર સુધી વિલંબિત રહી હતી. આ એરબેસ બાડમેર અને ભુજ એરબેસ વચ્ચેની ગેપ ભરવાની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે લાંબા સમયથી મંજૂરી માટે રાહ જોઈ રહેલા આ પ્રસ્તાવને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આગળ વધાર્યો હતો. હજી સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ એરબેસ પર કોઈપણ પ્રકારના યુદ્ધવિમાનોની તેનાતી થઈ શકશે. આ એરબેસ કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે સક્ષમ હશે.

 

Related posts

ત્રણવાર ઓસ્કર વિનર રહેલા એનિમેટર વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરમાં નિધન 

Kaushik Bavishi

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva

કાશ્મિર પર પાકિસ્તાનની નવી રમત, હવે પહોંચ્યું ફેસબુક-ટ્વિટર પાસે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!