GSTV
Gujarat Government Advertisement

વાયુસેનાનો ચીન સામે મોરચોઃ મહત્વના એરબેઝ પર સુખોઈ-30MKI, જગુઆરની તૈનાતી

Last Updated on June 19, 2020 by Mansi Patel

છેલ્લા થોડા દિવસોથી લદ્દાખની ગલવાની ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ચીની સેનીની દગાખોરી બાદ ભારતીય વાયુસેનાને હાઇએલર્ડ મોડ પર રાખી દેવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ લેહ અને લદ્દાખના બે દિવસના પ્રવાસે છે. અહીં તેમણે લેહ અને શ્રીનગર એરબેઝ પર ચાલી રહેલી તૈયારીઓની સમિક્ષા કરી હતી.

વિમાની ટુકડીને ઓર્ડર મળતા જ કરશે કાર્યવાહી

આ બંને એરબેઝ દરેક પ્રકારે કોઇ પણ ઓપરેશન માટે ઘણા જ મહત્વુપૂર્ણ છે. આ ઉપરાંત ભારતીય યુદ્ધ વિમાનોને પણ આ વિસ્તારમાં તૈનાત કરી દેવાયા છે. લેહ અને લદ્દાખ વિસ્તારમાં એરફોર્સની ગતિવિધી વધારી દેવામાં આવી છે. યુદ્ધ વિમાનોને ઓપરેશન મોડમાં તૈયાર રાખવામાં આવ્યા છે. અહીં વાયુસેના ચીનની કોઇ પણ ગુસ્તાખીનો જવાબ આપવા માટે તૈયાર છે. સૂત્રો પ્રમાણે વાયુસેનાએ પોતાના પ્રથમ હરોળના યુદ્ધ વિમાન સુખોઇ-30એમકેઆઇ, જગુઆર અને મિરાજ-2000ને મહત્વના એરબેઝ પર તૈનાત કર્યા છે.

અપાચે હેલિકોપ્ટરો પૂર્વી લદ્દાખ નજીક રાખી રહ્યાં છે નજર

આ વિમાનો ટુંકી નોટિસમાં કાર્યવાહી માટે તૈયાર રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોતાની યાત્રા દરમિયાન વાયુસેનાના પ્રમુખ ભદૌરિયા 17 જૂને લેહમાં હતા અને ત્યાંથી 18 જૂને શ્રીનગર એરબેઝ ગયા હતા. આ બંને એરબેઝ પૂર્વ લદ્દાખ ક્ષેત્રથી ઘણા નજીક છે અને પહાડી વિસ્તારોમાં કોઇ પણ યુદ્ધ વિમાનના સંચાલન માટે સૌથી અનુકૂળ છે. ચીની સેના પણ આ એરબેઝ પર સ્પષ્ટ નજર રાખે છે. આ ઉપરાંત પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોને હવાઇ સેવા પૂરી પાડવા માટે અમેરિકાના અપાચે હેલિકોપ્ટરોને પણ આ વિસ્તારની નજીક તૈનાત કરવામાં આવ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!