GSTV

હવે હવામાં ઉડવું પડશે મોંઘુ, સરકાર ટીકિટ પર વસૂલશે 4 ટકાનો વધારાનો ચાર્જ

Last Updated on January 30, 2020 by Mansi Patel

વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી પણ મોંઘી થવાની છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ ‘એરપોર્ટ નેવિગેશન’ ચાર્જ હશે. એપ્રિલથી એરપોર્ટ નેવિગેશન ચાર્જ (Airport Navigation Charge)માં ચાર ટકાનો વધારો થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Civial Aviation Minister) આ માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. અગ્રણી જૂથના મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 2024-25થી વધુ 4 ટકાનો વધારો કરવાની દરખાસ્ત પણ છે.

એરપોર્ટ પર નેવિગેશન સુવિધા આપવા માટે એરપોર્ટ નેવિગેશન સુવિધા ચાર્જ લેવામાં આવે છે. વિમાની મુસાફરો પાસેથી ફ્લાઇટ દીઠ આ ચાર્જ લેવામાં આવે છે. મંત્રાલયના આ પ્રસ્તાવ અંગેના અંતિમ નિર્ણય માટે આગામી સપ્તાહે એક બેઠક પણ યોજાશે. છેલ્લા 20 વર્ષથી આ ચાર્જમાં કોઈ વધારો થયો નથી.

ઓછી કિંમતે ટિકિટ મુદ્દે સરકાર ચિંતિત

નોંધપાત્ર વાત એ છે કે, આ મહિનાની શરૂઆતમાં ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, એરલાઇન્સ ગ્રાહકોને ઓછી કિંમતે ટિકિટ આપી રહી છે. સરકારને ચિંતા છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો બીજી એરલાઇન્સો પણ બંધ થઈ શકે છે. જો કે, આ સમય દરમિયાન તેમણે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને જણાવ્યું કે, સરકાર હવાઇ ભાડાનું નિયમન કરશે. હરદીપસિંહ પુરીનું આ નિવેદન ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં એરલાઇન્સના પરિણામ જાહેર થયા પછી આવ્યું છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!