GSTV
India News Trending

ભારતે વિકસાવી નવી યુદ્ધ ટેક્નોલોજી ! આધુનિક એરફોર્સ અને મિસાઈલ ટેક્નેલોજીમાં ભારતે ચીનને પછાડ્યું

ભારતે બે દિવસ પહેલા જ સુખોઈ એમકેઆઈ-30 ફાઈટર જેટ પરથી બ્રહમોસ મિસાઈલના નવા અને અપગ્રેડેડ વર્ઝનનુ સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ હતુ. આ નવી મિસાઈલ 450 કિલોમીટર સુધીના ટાર્ગેટને તબાહ કરી શકે છે.જુના વર્ઝનની રેન્જ 290 કિલોમીટર હતી.

ભારતના સુખોઈ જેટની રેન્જ 1500 કિલોમીટર સુધીની છે. ત્યાં સુધી તેને બીજા ફ્યુલની જરુર પડતી નથી. હવે નવી બ્રહ્મોસ મિસાઈલના કારણે તેની રેન્જ વધીને 2000 કિલોમીટર સુધીની થઈ શકે છે.આ મિસાઈલ મહત્વના મિલિટરી ટાર્ગેટ, અન્ડર ગ્રાઉન્ડ બંકર, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, દરિયામાં યુધ્ધ જહાજોને આસાનીથી ખતમ કરી શકે છે.

ભારત બ્રહ્મોસનુ વધુ એક વર્ઝન બનાવી રહ્યુ છે.જેની રેન્જ 800 કિમી સુધીની હશે.મિસાઈલની ઝડપ અવાજ કરતા ત્રણ ગણી છે.નવા વર્ઝનના સફળ પરીક્ષણ બાદ બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ભારતનુ સુખોઈ વિમાન હવે પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યા વગર ઈસ્લામાબાદ સુધી બ્રહ્મોસ વડે તરખાટ મચાવી શકે છે.

નવા વર્ઝનથી પાક રાષ્ટ્રપતિ આરિફ અલવી પણ ડરી રહ્યા છે.તાજેતરમાં પાકિસ્તાની વાયુસેનામાં મિરાજ ફાઈટર જેટના સામેલ થવાની 50મી વર્ષગાંઠ નિમિત્તે તેમણે કહ્યુ હતુ કે, ભારતની બ્રહ્મોસ મિસાઈલ મિનિટોમાં પાકિસ્તાનમાં પ્રવેશી શકે છે.કારણકે તેની ઝડપ અવાજ કરતા અનેક ગણી વધારે છે. આપણા દુશ્મન પાકિસ્તાન સામે એર ડિફેન્સને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. પાકિસ્તાનની વાયુસેના દેશની રક્ષા માટે મર્યાદિત સંસાધનો છતા પણ સક્ષમ છે.

MUST READ:

Related posts

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah

શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી

Damini Patel

હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ

Karan
GSTV