GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં બીજા જિલ્લામાં જવાતું નથી ત્યાં એક મા-બાપ બિમાર દીકરાને ઈરાન લઇ ગયા, અશક્યને શક્ય કરી બતાવ્યું

corona

Last Updated on April 11, 2020 by Alap Ramani

Corona વાયરસના કેરને પગલે  દેશના તમામ એરપોર્ટમાં ફ્લાઇટની અવર-જવર બંધ છે અને તેવામાં અમદાવાદમાં સારવાર લઇ રહેલા ઈરાનના ૧૬ વર્ષીય કિશોરને તેના પરિવાર સાથે સ્વદેશ મોકલવાનો થાય ત્યારે રોમાંચક ફિલ્મ જેમ કેવી કશ્મકશભરી સ્થિતિમાંથી પસાર થવું પડે તે જોવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફિલ્મના ‘હેપ્પી એન્ડિંગ’ જેમ આ કિશોર સુખરૃપે સ્વદેશ પરત ફરવામાં સફળ રહ્યો હતો.

પથારીવશ પરહમ માટે સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરાઇ

વાત એમ છે કે, ઇલાહે લોટફલી-મોસ્તાફા કાઝેમી તેમના ૧૬ વર્ષીય પુત્ર પરહમ કાઝેમીની છેલ્લા ૬ મહિનાથી અમદાવાદમાં સારવાર કરાવી રહ્યા હતા. પરમહમ કાઝેમી સ્ટેમ સેલની બિમારીને લીધે છેલ્લા ૧ વર્ષથી પથારીવશ જ હતો.ભારતમાં ફસાયેલા ઇરાનના નાગરિકો માટે ૨૯ માર્ચે વહેલી સવારે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફ્લાઇટની જાણ અમદાવાદમાં સારવાર માટે આવેલા ઇરાનના પરિવારને થઇ હતી.  પરંતુ તમામ ફ્લાઇટ જ બંધ હોવાથી પથારીવશ પુત્રને લઇને દિલ્હી પહોંચવું કેમ તે મોટો પ્રશ્ન ખડો થયો હતો. જેના કારણે તેમણે સૌપ્રથમ ઇરાનની એલચી ઓફિસમાં સમગ્ર સમસ્યાની જાણ કરી. તેમના દ્વારા એવું સૂચન આપવામાં આવ્યું કે તેઓ એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદથી દિલ્હી પહોંચી શકે છે. પરંતુ ચાર્ટર એર એમ્બ્યુલન્સ ધરાવતી મોટાભાગની કંપનીઓએ Corona વાયરસની ભીતિને પગલે તેમને લઇ જવાનો ઇન્કાર કર્યો હતો. ચાર્ટર એર એમ્બ્યુલન્સ ધરાવતી એક કંપની તૈયાર તો થઇ પણ સાથે એવી શરત મૂકી કે તેમના ત્રણમાંથી કોઇને Corona નથી તેવું મેડિકલ સર્ટિફિકેટ માગ્યું હતું. પરંતુ Coronaના ટેસ્ટનું પરિણામ  આવતા ૪૮ કલાકથી વધુ સમય લાગી જાય અને તેટલા સમયમાં દિલ્હીથી તહેરાનની સ્પેશિયલ ફ્લાઇટ રવાનાથઇ જાય તેમ હતી.

corona

આખરે એક ચાર્ટર એર એમ્બ્યુલન્સ કંપની તૈયાર થઇ ગઇ અને તેના માટે જરૃરી તમામ પરવાનગી લઇ લેવામાં આવી હતી. આ ચાર્ટર એર એમ્બ્યુલન્સ રવિવારે રાત્રે ૨ વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થઇ. પરંતુ અહીંથી સમસ્યાનો અંત આવતો નથી.  કેમકે, તેઓ રાત્રે ૩ઃ૩૦ની આસપાસ દિલ્હી પહોંચે તેમ હતા જ્યારે પરોઢિયે ૪ કલાકે દિલ્હીથી તહેરાન માટેની સ્પેશિયલ ફ્લાઇટ રવાના થવાની હતી. દિલ્હી પહોંચ્યા બાદ ઈમિગ્રેશની પ્રક્રિયા પૂર્ણ કરવામાં જ સમય લાગે તેમ હતો. આ સ્થિતિમાં તેમણે દિલ્હીથી તહેરાનની ફ્લાઇટ મોડી ઉપાડવા વિનંતી કરી પણ તેઓ તૈયાર થયા નહોતા. આખરે તેઓ ફ્લાઇટ થોડા સમય બાદ ઉપાડવા માટે તૈયાર થયા હતા. અહીંથી વધુ એક સમસ્યા આ પરિવારની રાહ જોઇ રહી હતી. કેમકે, માતા-પુત્ર પાસે બ્રિટિશ જ્યારે પિતા પાસે ઇરાનનો પાસપોર્ટ હતો. જેના કારણે ઇરાનની ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઇ કે આ ફ્લાઇટ માત્ર ઇરાનના નાગરિકો હોવાથી તેમાં માત્ર પિતા જ જઇ શકશે.ખૂબ જ વિનવણી કરતાં ઇમિગ્રેશન ઓફિસરે માતા-પુત્ર માટે પણ માનવતાના ધોરણે જવાની મંજૂરી આપી હતી.

સ્ટ્રેચર-વેન્ટિલેટર આવી શકે માટે ૨૦ ટિકિટ બૂક કરાવી હતી

ભારતમાં ફસાયેલા તેના નાગરિકો માટે ઈરાન દ્વારા સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં પથારીવશ પુત્રને કોઇ સમસ્યા નડે નહીં માટે માતા-પિતાએ પૂરતું આયોજન કરી રાખ્યું હતું. જેના ભાગરૃપે આ ફ્લાઇટમાં ૨૦ ટિકિટ બૂક કરાવાઇ હતી. જેથી તેમના પુત્રને વેન્ટિલેટર-સ્ટ્રેચર સાથે લઇ જવામાં સમસ્યા નડે નહીં. આ ઉપરાંત ડોક્ટર-નર્સ પણ તેમની સાથે જ હતા.માતા-પિતાની આર્થિક સ્થિતિ સાધારણ છે. જેના કારણે પુત્રની સારવારનો ખર્ચ તેમના લંડનના મિત્ર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!