GSTV
Home » News » રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ 3ના મોત, એઇમ્સની ટીમના રાજકોટમાં ધામા

રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ 3ના મોત, એઇમ્સની ટીમના રાજકોટમાં ધામા

રાજકોટમાં સ્વાઈન ફ્લૂનું સંકટ ઘેરુ બન્યું છે. સ્વાઈન ફ્લૂથી થતા મોતના દિનપ્રતિદિન વધતા આંકડાએ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડાડી દીધી છે. ત્યારે હવે આ રોગને કાબૂમાં લેવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આદેશના પગલે એઈમ્સના તબીબોની ટીમ રાજકોટમાં સ્વાઈન ફ્લૂની સ્થિતિનો તાગ મેળવવા રાજકોટમાં છે. આ તબીબોએ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ, તબીબો સાથે બેઠક કરી. બેઠકમાં વધતા સ્વાઈન ફ્લૂ, વકરવાના કારણો, દર્દીને મળતી સારવાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઈ. ત્યારબાદ સમગ્ર સ્થિતિનો અહેવાલ તૈયાર કરાશે.

દરમિયાન રાજકોટમાં ફ્લાઈન ફ્લુનો ફફડાટ યથાવત જોવા મળી રહ્યો છે. અને ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 23 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલમાં જૂનાગઢ અને વંથલીની મહિલા દર્દીઓનું ગત મોડી રાતે મોત નિપજ્યું હતું.. જે પૈકી એક યુવતીની ઉંમર 22 વર્ષ છે. જ્યારે વંથલીની મહિલાની ઉંમર 56 વર્ષ છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લા ઉનાના એક દર્દીનું પણ રાજકોટમાં મોત નિપજ્યું છે. રાજકોટમાં સતત મોતમાં વધારો થઈ રહ્યો છે. અને સ્વાઈન ફ્લૂ કાબૂમાં આવી શક્યો નથી અને તંત્ર લાચાર  જોવા મળી રહ્યું છે.

Related posts

કર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી

Riyaz Parmar

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

Nilesh Jethva

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!