ગુજરાતના કેબીનેટ મંત્રીઓ તાલમેલ નથી, આ કિસ્સાએ ખોલી દીધી પોલ

કેન્દ્ર સરકારે તાલિમનાડુ, તેલગાંણામાં એઇમ્સને લીલીઝંડી આપી દીધી છે. કેન્દ્રની સત્તાવાર જાહેરાત ન કરી હોવા છતાંયે આ વાત વહેતી કરવામાં આવી હતી. ખુદ ઉર્જામંત્રી સૌરભ પટેલે આ વાતને આડકતરી રીતે સમર્થન આપી મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો. બીજી તરફ આરોગ્ય મંત્રી નીતિન પટેલ આ વાતથી બિલકુલ અજાણ રહ્યા હતાં.

જસદણ પેટાચૂંટણીમાં મતદારોને રિઝવવાના ભાગરુપે પ્રચારના અંતિમ દિવસે સુવ્યવસ્થિત રીતે એવી વાત વહેતી કરવામાં આવી કે, કેન્દ્રએ રાજકોટમાં એઇમ્સને મંજૂરી આપી દીધી છે. પેટાચૂંટણી બાદ સત્તાવાર જાહેરાત કરાશે. ઉર્જામંત્રી સૌરભ પટેલે તો આ વાતને જાણે સમર્થન આપી કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી તો આ વાતથી બિલકુલ અજાણ રહ્યાં હતાં. તેમણે તો એ વાતનો સ્વિકાર કર્યોકે, આ મુદ્દે મને કઇં ખબર નથી.

આમ , ભાજપ સરકારના મંત્રીઓ વચ્ચે આંતરિક તાલમેલનો અભાવ જ નહીં, અંદરો અંદરનો મતભેદ ખુલીને બહાર આવ્યો હતો જે સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, ગુજરાતમાં એઇમ્સને મંજૂરી મળી હોયને, આરોગ્યમંત્રીને ખબર ન હોય. એવુ કઇ રીતે હોઇ શકે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter