ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સચિવ ઝફરયાબ જિલાનીએ સુન્ની વકફ બોર્ડથી વિપરીત અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન દાખલ કરવાની વાત પર કાયમ રહેવાનું જણાવ્યું છે. સાથે જ તેમણે સ્થાનિક પોલીસ પર અરજી દાખલ કરવાનો ઇરાદો ધરાવનારા મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.

જિલાનીએ જણાવ્યું કે અમે અરજી દાખલ કરીશું. સુન્ની વક્ફ બોર્ડના નિર્ણયની અમારા પર કોઇ અસર નહીં થાય. અમારી પાસે નવ ડિસેમ્બર સુધીનો સમય છે. તે પહેલા અમે રિવ્યુ પીટિશન દાખલ કરી દઇશું. જો કે તેમણે અરજી ક્યારે દાખલ કરવામાં આવે તેની તારીખ જણાવી ન હતી.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ