GSTV
Home » News » અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવાનો ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે નિર્ણય કર્યો છે. આજે લખનઉ ખાતે પડકારવાનો ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજી હતી. જે બાદ આગેવાનોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે અને અન્ય કોઈ સ્થાને મસ્જિદ મંજૂર નથી. અમે બીજા સ્થાને મસ્જિદ માટે કોર્ટમાં ગયા ન હતા. તેમને તે જમીન જોઈએ છે જ્યાં બાબરી મસ્જિદ બની હતી.

બોર્ડે એમ પણ કહ્યુ કે સુપ્રીમ કોર્ટે એવુ માન્યું છે કે, વિવાદિત ભૂમિ પર નમાઝ અદા કરવામાં આવતી હતી અને ગુંબજની નીચે જન્મસ્થળ હોવાના કોઈ પૂરાવા નથી. કેટલાક મુદ્દાઓ પર ચુકાદા સમજણથી ઉપર છે. અમે વિવાદિત ભૂમિ માટે લડાઈ લડી હતી.અને તે જ જમીન જોઈએ. અન્ય કોઈ જમીન માટે અમે લડાઈ લડ્યા ન હતા. મુસ્લિમ લો બોર્ડે કુલ 10 મુદ્દાઓ પર ચુકાદાને લઈને સવાલ ઉઠાવ્યા અને આથી જ પુનઃર્વિચાર અરજી જરૂરી છે. તેમ આગેવાનોઓ કહ્યુ હતુ.

capture-eeer_111719043058.jpg

લખનઉમાં હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે AIMPLB ની રવિવારે લાંબી બેઠક થઈ હતી. પહેલા તો આ બેઠક નદવા ઈસ્લામિક સેન્ટરમાં થવાની હતી પરંતુ એક શિક્ષણ સંસ્થાનમાં મીટિંગ કરવી AIMPLBના કેટલાંય સદસ્યોને પસંદ ન આવ્યું ત્યાર બાદ AIMPLBની આ બેઠક લખનઉના મુમતાજ પીજી કોલેજમાં થઈ.

અદાલતના નિર્ણયમાં કેટલીંક ખામીઓ

AIMPLBના સદસ્ય કાસિમ રસૂલ ઈસિયાસે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કુલ 10 બિંદુઓ પર નિર્ણયને લઈને સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે નિર્ણયમાં કેટલીંક ખામીઓ છે એટલા માટે તેના પર પુનર્વિચાર અરજી જરૂરી છે. રવિવારે AIMPLBની બેઠકમાં 45 સદસ્યો શામેલ થયા.

READ ALSO

Related posts

ઉત્તર પૂર્વને દેશથી અલગ કરવાનું કહેનારા શરજીલ ઇમામની ધરપકડ

Bansari

આજે ભારત ન્યૂઝીલેન્ડ ની ભૂમિ પર સૌપ્રથમ T-20I શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે ઉતરશે

Mayur

ઈન્ડિયન આર્મી એક્શન મોડમાં : કાશ્મીરમાં 28 દિવસમાં છ મોટા સૈન્ય ઓપરેશન, 16 આતંકીઓ ઠાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!