GSTV

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

Last Updated on September 23, 2021 by pratik shah

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત સરકારી ઘરમાં તોડફોડ કરનારા હિન્દુ સેનાના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે હિન્દુ સેનાનો કહેવાતો પ્રમુખ લલિત કુમાર છે અને સંગઠનના બીજા ચાર સભ્યો સચિન, શિવમ અને બીજા બે વિજય નામના યુવાનોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

લલિત ત્રણ વર્ષથી હિન્દુ સેનાની દિલ્હી વિંગનો પ્રમુખ છે. તે કોલેજ ડ્રોપ આઉટ છે. અન્ય ચાર પૈકી એક નર્સિંગ કર્મચારીએ છે. જેણે લોકડાઉનમાં નોકરી ગુમાવી હતી. અન્ય એક ઓટો રીક્ષા ચાલક અને બીજા બે કારખાનામાં કામ કરે છે.

આ પાંચ લોકો પર મંગળવારે અશોક રોડ પર આવેલા સાંસદ ઓવૈસીના સરકારી આવાસમાં તોડફોડનો આરોપ મુકાયો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ પાંચે આરોપી હિન્દુ સેના સાથે જોડાયેલા છે પણ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યુ હતુ કે, આ પાંચ લોકો અમારી સાથે વર્ષોથી કામ કરે છે. ઓવૈસીના હિન્દુ વિરોધી ભાષણો સાંભળીને લલિત કુમારની લાગણી ઘવાઈ હતી. આ પાંચે યુવાન નિર્દોષ છે અને ઓવૈસી હુમલા અંગે જુઠ્ઠુ બોલી રહ્યા છે. લલિત અને બીજા ચાર વ્યક્તિઓ ક્યારેય આવુ કામ કરી શકે નહીં.

READ ALSO

Related posts

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!