GSTV
Gujarat Government Advertisement

ઓવૈસીએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ફટકાર લગાવી

Last Updated on January 20, 2019 by

AIMIM પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીએ ફરી એક વખત પાકિસ્તાનને ભારત મામલે દખલઅંદાજી ન કરવાની સલાહ આપી છે.ઓવૈસીએ કહ્યુ છે કે, કાશ્મીર મામલે પાકિસ્તાન દખલ અંદાજી કરવાનું બંધ કરે. કાશ્મીર ભારતનો જ અભિન્ન ભાગ છે. અને તે ભારતનું જ રહેશે. તેમણે કેન્દ્રમાં ભલે કોંગ્રેસ હોય કે ભાજપ  પણ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય કરવા માટે સરકાર પાસે કોઈ નીતિ કે દ્રીર્ઘદ્રષ્ટી જોવા મળી રહી નથી.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, મને લાગી રહ્યુ છે કે, કાશ્મીરની નીતિમાં નિરંતરતા રહેવી જોઈએ. જોકે દુર્ભાગ્યથી તેનો અભાવ જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતો માટે કંઈ કરી રહી નથી. કાશ્મીર સમસ્યાનો ઉકેલ જેમ્સ બોન્ડ અથવા તો રૈમ્બો શૈલીથી નહી થાય. પણ પાકિસ્તાને કાશ્મીરી બાબતમાં દખલ અંદાજી બંધ કરવી જોઈએ. .ઉલ્લેખનિય છે કે ઓવૈસીનું નિવેદન કોલકત્તાની મેગા રેલીમાં ફારુક અબ્દુલાના નિવેદન બાદ આવ્યુ છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાએ બંગાળમાં કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે. રાજ્યના લોકોને ધાર્મિક આધારે વહેંચવામાં આવી રહ્યા છે.

કાશ્મીર મુદ્દાને લઇને અસદિદ્દીન ઓવૈસીનું કહેવું છે કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનું બંધ કરે. હૈદરાબાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, પાકિસ્તાને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાનું બંધ કરી દેવું જોઇએ.

તેમણે કહ્યું કે, કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. ત્યાં સુધી કે કાશ્મીર અને કાશ્મીરના યુવાનો પણ અભિન્ન અંગ છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ ઓવૈસી પાકિસ્તાનને ફટકાર લગાવી ચુક્યા છે.

Gujarat Government Advertisement

Related posts

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!