GSTV
Gujarat Government Advertisement

AIMIMના ઓવૈસીએ ‘પદ્માવત’ ને ગણાવી બકવાસ, મુસ્લિમોને ફિલ્મ ન જોવા કરી અપીલ

Last Updated on January 19, 2018 by

આંધ્રપ્રદેશના વારંગલમાં એક જનસભાને સંબોધતા એઆઇએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ફિલ્મ પદ્માવતને લઈને નિવેદન આપ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ ફિલ્મ પદ્માવત ન જોવા મુસ્લિમાનોને અપીલ કરી છે.

ઓવૈસીએ આ ફિલ્મને બકવાસ ગણાવી. ઓવૈસીએ જણાવ્યુ કે અલ્લાહે તમને બે કલાકની અપશુકનિયાળ ફિલ્મ જોવા માટે નથી બનાવ્યા. ફિલ્મ પાછળ ભાગશો નહીં, અલ્લાહે તેમને બે કલાક ફિલ્મ માટે નહીં પણ સારી જિંદગી જીવવા માટે આપ્યા છે.

તેમણે મુસ્લિમ સમુદાયના યુવાનોને ખાસ અપીલ કરી છે. મહત્વનું છે કે પદ્માવત મામલે કરણી સેના આકરા પાણીએ છે ત્યારે ફિલ્મના વિવાદમાં અસદુદ્દીન ઓવૌસી પણ કુદી પડ્યા છે.

સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશ બાદ કરણી સેના ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવા અડગ છે. ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અંગેની એક અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા કરણી સેનાએ રાજસ્થાનમાં પ્રસુન જોશીને ઘૂસવા નહીં દેવાની ધમકી આપી છે.

કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલ મનોહર લાલા શર્માએ જણાવ્યુ કે સીબીએફસી દ્વારા આપવામાં આવેલુ સર્ટિફિકેટ ગેરકાયદાકીય છે. આ મામલે સુખદેવ સિંહે જણાવ્યુ કે ફિલ્મને સર્ટિફિકેટ આપનાર સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશીને અમે રાજસ્થાનમાં ઘૂસવા નહીં દઈએ.

ગત્ત દિવસે કોર્ટે વચગાળાનો આદેશ આપતા જણાવ્યુ હતું કે ફિલ્મ પર પ્રતિબંધ હટાવ્યો હતો. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ખંડપીઠે જણાવ્યુ હતુ કે, બેંડિટ ક્વીન જેવી ફિલ્મ રિલીઝ થઈ શકે તો પદ્માવત કેમ નહી.

 

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!