GSTV
Gujarat Government Advertisement

કોઈપણ મુસ્લિમોને પાકિસ્તાની કહે તો ત્રણ વર્ષની કેદ થાય : ઓવૈસી

Last Updated on February 7, 2018 by

એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ માગણી કરી છે કે મુસ્લિમને પાકિસ્તાની કહેવા પર જેલની સજા માટે કાયદો બનાવવામાં આવે. લોકસભામાં સરકાર સમક્ષ માગણી મુકતા ઓવૈસીએ કહ્યુ છે કે કોઈપણ મુસ્લિમોને પાકિસ્તાની કહે તો તેને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ ધરાવતો કાયદો લાવવામાં આવે. ઓવૈસીએ એમ પણ કહ્યુ છે કે તેમને પુરો ભરોસો છે કે તેમની માગણીને માનવામાં નહીં આવે અને ભાજપના નેતૃત્વવાળી સરકાર આવા પ્રકારનો ખરડો લાવશે નહીં.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સરકારને આગ્રહ કર્યો છે કે કોઈપણ ભારતીય મુસ્લિમને પાકિસ્તાની કહીને બોલાવવામાં આવે તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજા આપનારો કાયદો લાવવામાં આવે. જો કે બાદમાં ઓવૈસીએ ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા આવો કાયદો નહીં લાવવામાં આવે તેવી વાત પણ લોકસભામાં જણાવી હતી.

ઓવૈસીનું કહેવું છે કે ભારતમાં રહેતા મુસ્લિમોએ મુહમ્મદઅલી ઝીણાના દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને નામંજૂર કર્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ દાવો કર્યો હતો કે ટ્રિપલ તલાક પર લાવવામાં આવેલો ખરડો મહિલા વિરોધી છે.

એકસાથે ત્રણ તલાક બોલીને લગ્ન વિચ્છેદ કરવાની પરંપરાને પ્રતિબંધિત કરનારા ખરડાને લઈને અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે સંસદમાં રજૂ થનારું બિલ સામાજિક સમસ્યાઓનું સમાધાન નથી. તેમણે દાવો કર્યો હતો કે ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ પુરુષોને જેલમાં નાખવાનો કારસો છે. ઓવૈસીએ દલીલ કરી હતી કે દહેજ માટે થનારી મોત અને મહિલાઓ વિરુદ્ધના અન્ય અપરાધ થંભ્યા નથી. જ્યારે તેમની વિરુદ્ધ વિશેષ કાયદા બનાવવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે માર્ચ-2016માં શિવસેનાએ ભારતમાતા કી જય બોલવાનો ઈન્કાર કરવા પર અસદુદ્દીન ઓવૈસીની ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાન ચાલ્યા જવાની સલાહ આપી હતી. શિવસેનાના પ્રધાન રામદાસ કદમે કહ્યુ હતુ કે ઓવૈસીને ભારતમાં રહેવાનો અધિકાર નથી. કારણ કે જે દેશે તેમને ખૂબ આપ્યું છે. તેનું તેઓ સમ્માન કરતા નથી. જો કે ઓવૈસીનું પાકિસ્તાન વિરુદ્ધનું વલણ હંમેશા આકરું રહેતું હોય છે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની તરફદારી કરતા સવાલ કર્યો હતો કે જો પાકિસ્તાન પોતાને ઈસ્લામિક દેશ કહે છે. તો પાકિસ્તાન જણાવે કે ઈસ્લામમાં દયા કોને કહેવામાં આવે છે.

ઓવૈસી 26-11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનની આવામ માટે નાસૂર પણ ગણાવી ચુક્યા છે. પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ઓવૈસીએ ઈસ્લામાબાદને તેમના દેશના મુસ્લિમોની ચિંતા કરવાનું પણ સુનાવ્યું હતું અને ભારતીય મુસ્લિમો ભારતમાં ખુશ હોવાનું પણ કહી આવ્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!