GSTV

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

યસ બેંક પોતાની 50 બ્રાન્ચ બંધ કરવા જઈ રહ્યુ છે. હકીકતમાં નવી પોલીસી અંતર્ગત ખાનગી ક્ષેત્રમાં યસ બેંક ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં સંચાલન ખર્ચમાં પણ 20 ટકાનો કાપ મુકવા જઈ રહ્યા છે.

યસ બેંકના નવા સીઈઓ અને ડાયરેક્ટર પ્રશાંત કુમારે કહ્યુ હતું કે, બેંકને પાટા પર લાવવા માટે બિનજરૂરી સ્થળોને પાછા લેવામાં આવી રહ્યા છે. સાથે જ ભાડે પર રાખેલી જગ્યાઓ પર નવા ભાડા સાથે નવી રીતે વાતચીત કરવામાં આવી રહી છે.

મોટા ડિફોલ્ટરે જઈ રહ્યા છે કોર્ટ

કુમારે કહ્યુ હતું કે, મોટા ડિફોલ્ટરો કોર્ટના શરણે જઈ રહ્યા છે. જેના કારણે મુંબઈની આ બેંકને ઋણ વસૂલવામાં મુશ્કેલીઓ આવી રહી છે. યસ બેંકના સહ સંસ્થાપક તથા કાર્યકારી રાણા કપૂરના કાર્યકાળમાં કામકાજમાં અને સંચાલનમાં કેટલીય ખામીઓ સામે આવ્યા બાદ ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં જોડાણ કરી બેંકમાં રકમ જમા કરાવીને આ બેંકને ડૂબતા બચાવી લેવામાં આવી હતી. ત્યાર બાદ માર્ચમાં કુમારને આ બેંકના નવા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા.

ATM પર થઈ શકે છે ઓછા

કુમારે જણાવ્યુ હતું કે, બેંકે મધ્ય મુંબઈના ઈંડિયાબુલ્સ ફાઈનાન્સ સેન્ટરમાં પહેલા બે ફ્લોર છોડી દીધા છે. આ ઉપરાંત બેંક તમામ 1100 શાખાઓ માટે ભાડા પર નવેસરથી વાતચીત કરશે. આ પ્રક્રિયાથી બેંકોના ભાડામાં લગભગ 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. તેથી તેના સુચારૂ સંચાલન માટે યસ બેંક 50 શાખાઓને બંધ કરી રહી છે. આ એવી શાખા છે, જે એકદમ નજીક નજીકમાં આવેલી છે. ત્યારે આર્થિક સંકટ જોતા આ યોગ્ય નથી. સાથે જ એટીએમની સંખ્યા પણ યોગ્ય કરવામાં આવશે.

READ ALSO

Related posts

સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ આપનાર હેમચંન્દ્રાચાર્યની આજે જન્મ જયંતિ

Nilesh Jethva

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan

જ્વેલરી એક્સપોર્ટને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય : હવે કસ્ટમ પ્રક્રિયામાંથી મળશે મુક્તિ, વેપારીઓમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!