GSTV

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

હાઇકોર્ટ

Last Updated on October 25, 2021 by Bansari

દિલ્હી હાઇકોર્ટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ કર્મચારી છેલ્લા કેટલાક વર્ષોથી ધક્કા ખાતા હતો. 80ના દાયકામાં ડ્રાઇવર તરીકે ભરતી કરવામાં આવેલા રાજ સિંહને પેન્શન પેટે દર મહિને 19,900 રૂપિયા પણ ચુકવવામાં આવશે. અરજકર્તાના જણાવ્યા અનુસાર તેને ગેરકાયદે ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે લેબર કોર્ટમાં ગયો હતો.

નાળા

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો

સિંહે પોતાની અરજીમાં જણાવ્યું હતું ક ડિસેમ્બર, 1988માં લેબર કોર્ટે પણ સ્વીકાર્યુ હતું કે તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા છે. લેબર કોર્ટના આદેશને વિવિધ ઓથોરિટી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અંતે એઇમ્સ દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પિટીશન(એસએલપી)ને સુપ્રીમ કોર્ટે 3 જૂન, 2016ના રોજ ફગાવી દીધી હતી.

પેન્શનપેટે રૂ. 19,900 પણ ચુકવવા પડશે 80ના દાયકામાં રાજસિંહ ડ્રાઇવર તરીકે જોડાયા હતા,

અરજકર્તાએ વકીલ બી ટી કૌલ વતી વિવિધ ઓથોરિટીઓને કાયદાકીય નોટિસ પાઠવીને રકમ ચુકવવા જણાવ્યું હતું પણ એઇમ્સએ રકમ ચુકવી ન હતી. ત્યારબાદ અરજકર્તાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહે 4 ડસિમ્બર, 1998થી 31 ઓક્ટોબર, 2016 સુધીના પગાર પેટે 50,49,079 રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દર મહિને 19,900 રૂપિયા પેન્શન પેટે પણ ચુકવવાનો આદેશ આપ્યો છે.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!