GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોનામાં થયું મોત: પરિવાર કરી રહ્યો હતો દફનવિધિની તૈયારી, થઇ ગયા અંતિમસંસ્કાર

એક મુસ્લિમ પરિવાર પોતાના એક પરિજનના મોત બાદ તેની દફનવિધિની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ, બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમની પાસે જે શબ છે તે તેમના પરિવારના સભ્યનું નથી, વાસ્તવમાં તેમના પરિજનનું શબ કોઈ હિન્દૂ પરિવાર પાસે જતું રહ્યું અને તેઓએ તેનો અંતિમસંસ્કાર પણ કરી દીધો હતો.

બેદરકારીની આ ચોંકાવનારી ઘટના દિલ્હીમાં સામે આવી છે. જ્યાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)  માં બે અલગ અલગ સમુદાયોના 2 કોવિડ-19 દર્દીઓના મોત બાદ તેમના શબની અદલાબદલી થઇ ગઈ.

શબ અદલાબદલી થતા હોસ્પિટલમાં હંગામો

એક કોરોના વાયરસ પોઝિટિવ મુસ્લિમ મહિલાનું શબ એક હિન્દૂ મહિલાના શબ સાથે અદલાબદલી થઇ ગયું અને હિન્દૂ મહિલાના પરિવારે તેનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો, જયારે, મુસ્લિમ પરિવારે પોતાના પરિજનનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે શબ તેમના પરિજનનો નથી.

શબ અંગે તપાસ કરતા અંતિમસંસ્કાર થઇ ગયાની થઇ જાણ

ત્યારબાદ, પરિવારે તેમના પરિજનના શબ અંગે તાપસ કરી તો તેમને જાણવા મળ્યું કે તેમના પરિજનનો અન્ય પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. શબ અદલાબદલી થયાના સમાચારથી જ હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારમાંથી એક પરિવારે પહેલા જ શવના અંતિમસંસ્કાર કરી દીધા હતા. જયારે બીજા પરિવારને રાહ જોવા માટે જણાવવામાં આવ્યું હતું,

કથિત રીતે એઇમ્સે આપ્યા તપાસના આદેશ

એઇમ્સ ટ્રોમા સેન્ટરના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું છે કે કમનસીબે આ ગડબડ ટ્રોમા સેન્ટરમાં થઇ છે. મર્ચ્યુરીના 2 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

મૃતકને જોવાની પણ અનુમતિ નથી હોતી

જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે થતા મોત બાદ મૃતકના શબને સૅનેટાઇઝ કરીને કપડામાં લપેટીને પરિવારને આપવામાં આવે છે. પરિવારને મૃતકને જોવાની પણ અનુમતિ નથી હોતી, જોકે, નિયમો મુજબ શબની ઓળખ માટે પરિવારની જાણકારી લેવામાં આવે છે,.

Related posts

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!