GSTV

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) એ નર્સિંગની હજારો ખાલી ભરવાનો નિર્ણય કર્યો છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા નર્સિંગની જગ્યાઓ દેશના વિવિધ એઈમ્સમાં ભરવામાં આવશે. એઈમ્સ દિલ્હીએ આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે.

કયા એઈમ્સમાં કેટલી જગ્યા ખાલી છે? ક્યાં સુધી અરજી કરી શકાય ? કઈ લાયકાત માંગી છે ? આ બધી માહિતી તમને અહીં આપવામાં આવી રહી છે. તેમજ સૂચનાઓ અને એપ્લિકેશન માટેની વિગતો અહીં આપવામાં આવી રહી છે.

પોસ્ટ્સની માહિતી

પોસ્ટ નામ – નર્સિંગ અધિકારી
પોસ્ટ્સની સંખ્યા – 3803

કઈ એઈમ્સમાં કેટલી પોસ્ટ્સ

એઇમ્સ નવી દિલ્હી – 597
એઇમ્સ ભુવનેશ્વર – 600
એઇમ્સ દેવઘર – 150
એઇમ્સ ગોરખપુર – 100
એઈમ્સ જોધપુર – 176
એઇમ્સ કલ્યાણી – 600
એઇમ્સ મંગળાગીરી – 140
એઇમ્સ નાગપુર – 100
એઇમ્સ પટના – 200
એઇમ્સ રાયબરેલી – 594
એઇમ્સ રાયપુર – 246
એઇમ્સ ઋષિકેશ – 300

અરજીની માહિતી


આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા 5 ઓગસ્ટ 2020 થી ચાલુ થઈ છે. ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ – 18 ઓગસ્ટ 2020
અરજી ફી ફાઇલ કરવાની છેલ્લી તારીખ – 18 ઓગસ્ટ 2020
પરીક્ષાની તારીખ – 1 સપ્ટેમ્બર 2020

અરજી ફી – સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે 1500 રૂપિયા, એસસી એસટી અને ઇડબ્લ્યુએસ માટે 1200 રૂપિયા. દિવ્યાંગ ઉમેદવારએ કોઈ ફી આપવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા – એઇમ્સ નર્સિંગ અધિકારીની જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષાના આધારે થશે. તેનું નામ નર્સિંગ ઓફિસર ભરતી કોમન એલિજિબિલીટી ટેસ્ટ (NORCET 2020) કહે છે.

આવશ્યક લાયકાતો


બી.એસસી અથવા નર્સિંગના અન્ય અભ્યાસક્રમોનો અભ્યાસ કરતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. નીચેની સૂચનાઓમાંથી વિગતવાર માહિતી મેળવી શકાય છે.

વયમર્યાદા ન્યૂનતમ 18 વર્ષથી મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. આરક્ષિત વર્ગોને મહત્તમ વયની છૂટછાટનો લાભ મળશે.

READ ALSO

Related posts

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!